
વડોદરા શહેરમાં આવેલ વુડા સર્કલ પાસે કારેલીબાગ ખાતે એક છોટાહાથી ટેમ્પો ચાલક દ્વારા એક યુવતીને અડફેટે લેતાં યુવતીને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી
અકસ્માત બાદ લોક ટોળા ભેગા થયા હતા કેટલાક ઈસમો દ્વારા પીછો કરતા આ ટેમ્પા ચાલક પુરપાટ ઝડપે ભાગી ગયો
સમગ્ર મામલે સામાજિક કાર્યકર દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી
શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા વુડા સર્કલ નજીક પૂરઝડપે આવેલ છોટા હાથી ટેમ્પોના ચાલકે એક યુવતીને અડફેટે લેતાં યુવતીને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.અકસ્માત સર્જી ટેમ્પો ચાલક ટેમ્પો સાથે ભાગતા સામાજિક કાર્યકર સાથે અન્ય લોકોએ પીછો કર્યો હતો પરંતુ પૂરઝડપે ટેમ્પો નાસી છૂટતા સમગ્ર મામલે પોલીસને જાણ કરાઇ હતી બીજી તરફ ઇજાગ્રસ્ત યુવતીને 108 એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેણીને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હોય ઓપરેશન માટે જણાવતા પરિવારના સભ્યો એ આવી ઇજાગ્રસ્ત યુવતીને ખાનગી હોસ્પિટલમાં ખસેડી છે જ્યાં આવતીકાલે તેણીના પગનુ ઓપરેશન હાથ ધરવામાં આવશે.
શહેરમાં પૂરઝડપે માતેલા સાંઢની માફક દોડતા વાહનો પર કોઇપણ પ્રકારનો અંકુશ રહ્યો ન હોય તેમ જણાય છે. પોલીસ તથા સિટી કમાંડ કંટ્રોલ સેન્ટર ખાતે સમગ્ર વડોદરાના મુખ્ય રોડ રસ્તાઓ પર સીસીટીવી કેમેરા થકી મોનિટરીંગ કરવામાં આવે છે પરંતુ તેમ છતાં પૂર ઝડપે જોખમી રીતે વાહન હંકારતા તત્વો પર પોલીસનું ધ્યાન જતું ન હોય તેમ જણાય છે ત્યારે બુધવારે સાંજે આશરે સાત વાગ્યાના અરસામાં શહેરના કારેલીબાગ વુડા સર્કલ પાસે થી પૂર ઝડપે પસાર થતા એક છોટાહાથી જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-બીટી-9470
ટેમ્પો ચાલકે એક નામે શૈલા બળવંત મોરે નામની યુવતીને અડફેટે લ ઇ અકસ્માત સર્જ્યો હતો.અકસ્માતને પગલે લોકટોળા ઉમટી પડ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જી ટેમ્પો ચાલકે પૂરઝડપે ટેમ્પો હંકારી ભાગતા સામાજિક કાર્યકર કમલેશ પરમાર તથા અન્ય વાહનદારીઓએ તેનો પીછો કર્યો હતો પરંતુ ટેમ્પો ચાલક નાસી છૂટતા સમગ્ર મામલે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી.બીજી તરફ ઇજાગ્રસ્ત યુવતીને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ઇજાગ્રસ્ત યુવતીના પગનું ઓપરેશન કરવાનું જણાવ્યું હતું જેથી સમગ્ર મામલે ઇજાગ્રસ્ત યુવતીના પરિવારને જણાવતાં યુવતીનો પરિવાર હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્ત યુવતીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે જ્યાં તેણીના પગનુ આવતીકાલે ઓપરેશન હાથ ધરાશે.