સમગ્ર વડોદરા જિલ્લામાં બુધવારે મેઘવિરામ જોવા મળ્યો હતો
(પ્રતિનિધિ) વડોદરા તા.27
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી તા 31 ઓગસ્ટ સુધી મધ્યમ થી ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે શહેરમાં તથા વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ બુધવારે મેઘ વિરામ જોવા મળ્યો હતો સમગ્ર દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું સાથે જ શહેરમાં મહત્તમ તાપમાન 33.0 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.
રાજ્યમાં વરસાદની ત્રણ સિસ્ટમ સક્રિય છે જેના કારણે હવામાન વિભાગ દ્વારા આગામી તા 31 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત મધ્ય અને પૂર્વ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે જેમાં ખાસ કરીને તા.29 સુધી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે સાથે જ પવનની ગતિ પ્રતિ કલાકે 40 થી 45 કિલોમીટર ની રહેવા સાથે દરિયો ન ખેડવા માછીમારોને સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે બીજી તરફ બુધવારે વડોદરા શહેર જિલ્લામાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ રાત્રે આઠ વાગ્યા સુધીમાં વરસાદી વિરામ સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. મધ્ય ગુજરાતમાં હાલ ખરીફ પાકો માટે જરૂરી વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે.
શહેરના વિવિધ જળાશયોની જળસપાટી રાત્રે 8 વાગ્યા સુધીમાં (ફૂટમાં)
આજવા ડેમ 211.06 ફૂટ
પ્રતાપપુરા ડેમ 222.39 ફૂટ
વિશ્વામિત્રી નદીની વિવિધ સ્થળોની જળસપાટી રાત્રે 8 વાગ્યા સુધીમાં (ફૂટમાં)
અકોટા બ્રિજ 9.94 ફૂટ
બહુચરાજી બ્રિજ 1.06ફૂટ
કાલાઘોડા બ્રિજ 7.44 ફૂટ
મંગલ પાંડે બ્રિજ 7.57 ફૂટ
મુજમહુડા બ્રિજ 7.77 ફૂટ
સમા – હરણી બ્રિજ 7.68 ફૂટ
વડસર બ્રિજ 5.70 ફૂટ