મહત્તમ તાપમાનમાં 2.2ડિગ્રી સેલ્સિયસ નો ઘટાડો થતાં મહત્તમ તાપમાન 27.8ડિગ્રી સે. રહ્યું હતું સાથે લઘુત્તમ તાપમાન 26.8ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 70% રહેવા પામ્યું હતું

(પ્રતિનિધિ) વડોદરા તા. 25
હવામાન વિભાગ દ્વારા આગામી તા 27 જૂન સુધી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વચ્ચે બુધવારે વડોદરા શહેરમાં 1.20 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જ્યારે મહત્તમ તાપમાનમાં 2.2 ડિગ્રી સેલ્સિયસ નો ઘટાડો થતાં મહત્તમ તાપમાન 27.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા આગામી તા.27 જૂન સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં આગામી તા 27 જૂન સુધી મધ્યમ થી ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે શહેરમાં બુધવારે દિવસ દરમિયાન મધ્યમ વરસાદ પડ્યો હતો જેમાં રાત્રે આઠ વાગ્યા સુધીમાં 1.20 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. શહેરમાં દિવસ દરમિયાન હળવા થી મધ્યમ વરસાદની હેલી જોવા મળી હતી જેના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી છે.
સમગ્ર વડોદરા જિલ્લામાં પણ હાલમાં વિવિધ તાલુકાઓમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે જેમાં રાત્રે આઠ વાગ્યા સુધીમાં સાવલી તાલુકામાં 6મીમી, વડોદરામાં 30મીમી, વાઘોડિયા તાલુકામાં 22મીમી, ડભોઇ તાલુકામાં 34મીમી, પાદરા તાલુકામાં 60મીમી,કરજણ તાલુકામાં 3મીમી, શિનોર તાલુકામાં 35મીમી તથા ડેસર તાલુકામાં 21મીમી વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ પાદરા તાલુકામાં વરસાદ નોંધાયો હતો જ્યારે કરજણ તાલુકામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો હતો.
વડોદરામાં જળાશયોની જળસપાટી રાત્રે સાડા આઠ કલાકે (ફૂટમાં)
આજવા સરોવર 209.36 ફૂટ
પ્રતાપપુરા સરોવર 228.00ફૂટ
વિશ્વામિત્રી નદીની વિવિધ સ્થળોની જળસપાટી
અકોટા બ્રિજ 13.68 ફૂટ
કાલાઘોડા 10.92ફૂટ
મંગલ પાંડે બ્રિજ 12.16ફૂટ
મુજમહુડા 12.10 ફૂટ
સમા -હરણી બ્રિજ 13.10 ફૂટ
વડસર બ્રિજ 10.29ફૂટ