Vadodara

શહેરમાં પૂરપ્રકોપ બાદ ઠેરઠેર ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સામે જનતામાં આક્રોશ…

ઇલેક્શન વોર્ડ નં. 11માં મ્યુનિ. કાઉન્સિલરો સામે લોકોનો છૂપો આક્રોશ

પૂર અસરગ્રસ્તોને વહેંચવામાં આવતી રાશનકીટો તથા કેશડોલમાં પક્ષના લોકોના અંદરોઅંદર ડખા

શહેરમાં ગત તા. 26ઓગસ્ટથી ત્રણ દિવસ સુધી શહેરમાં વ્યાપક પૂરપ્રકોપને કારણે લોકોને ઘણું નુકસાન થયું છે લોકો ત્રણ દિવસ સુધી પીવાના પાણી, દૂધ, દવાઓ, શાકભાજી વિના હેરાન પરેશાન રહ્યાં હતાં લોકોના મકાનમાં ઘરવખરી, વીજ ઉપકરણો, બાળકોના પુસ્તકો, ફર્નિચર સહિત ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો સાથે જ લોકો ત્રણ થી પાંચ દિવસ સુધી પોતાના નોકરી ધંધા રોજગાર અર્થે જ ઇ શક્યા ન હતા જેથી તેઓને એક તરફ આર્થિક તથા અન્ય નુકસાન થયું છે. આવી કપરી પરિસ્થિતિ વચ્ચે શહેરના ઇલેક્શન વોર્ડ નં. 11 માં આવેલા વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ ઉદભવશે તે વાતથી લોકો નિશ્ચિંત હતા કારણ કે છેલ્લા સાત વર્ષથી અહીં વરસાદી પૂરના પાણી ઘણી સોસાયટીમાં જોવા મળ્યાં ન હતા બીજી તરફ કોઇપણ ચૂંટાયેલા નગરસેવકો કે પાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારમાં લોકોને પૂરની ગંભીર પરિસ્થિતિ અંગે સતર્ક કરવા નિકળ્યા ન હતા કે સાયરન થી માંડી કોઇ સૂચના અપાઇ ન હતી જેના કારણે જ્યારે અચાનક અક્ષરચોક સહિત આસપાસના મુજમહુડા, વાસણા, પાદરારોડ સહિત પૂરના પાણી ભરાતાં લોકોને દૂધ, શાકભાજી સહિતની તકલીફ વેઠવાનો વારો આવ્યો હતો અહીં ત્રણ દિવસ વીજળી પણ બંધ રહી હતી ત્યારે સ્થાનિક કાઉન્સિલરો સંગીતાબેન ચોક્સી, મહાલક્ષ્મીબેન સેટિઆર, નટવરહસિંહ ચુડાસમા તથા ડેપ્યુટી મેયર અને વિસ્તારના કાઉન્સિલર ચિરાગ બારોટ લોકોની તકલીફ સમયે પોતાના વિસ્તારમાં બે દિવસ દેખાયા ન હોવાના તથા સંગીતાબેન ચોક્સીને તથા સાથી કાઉન્સિલરો ને ફોન કરવા છતાં કાઉન્સિલરો કેટલાક વિસ્તારોમાં પહોંચ્યા ન હતા જેથી લોકોમાં અહીં નગરસેવકો પ્રત્યે છૂપો રોષ જોવા મળ્યો હતો. કેટલાક સ્થળોએ પાણી, દૂધ ફૂડપેકેટ્સ વિતરણમા ખરેખર જરુરિયાતવાળા રહી ગયા હતા જ્યારે અન્ય લોકોએ લાભ લ ઇ જતાં લોકોમાં નારાજગી જોવા મળી હતી. હાલમાં રાશનકીટો ના વિતરણ અને કેશડોલ માટે પણ લોકોમાં તંત્રની તથા સ્થાનિક કાઉન્સિલરો ની કામગીરી અંગે રોષ જોવા મળી રહ્યો છે ્

Most Popular

To Top