શહેરના વિવિધ વિસ્તારમાં અનેક કોમ્પલેક્ષોના બેઝમેન્ટ માંથી પૂરના પાણી મોટરો લગાડી રોડપર ખાલી કરાઇ રહ્યાં છે
બેઝમેનટમાંથી પાણી કાઢવા માટે લગાવવામાં આવતી મોટરોનો પ્રતિ કલાક દીઠ રૂ.1000 થી 1200લેવામાં આવી રહ્યો છે.
વડોદરા શહેરમાં તાજેતરમાં જ કુદરતી અને માનવસર્જિત પૂર પ્રકોપ જોવા મળ્યું હતું. શહેરમાં પૂરના પાણી હતા કે પાણીમાં શહેર તે કળવું મુશ્કેલ બન્યું હતું એટલું પાણી સમગ્ર શહેરમાં જોવા મળ્યું હતું.એક તરફ ભારે વરસાદ બીજી તરફ ઉપરવાસમાંથી આવતા વરસાદી પાણીને કારણે આજવા સરોવર, પ્રતાપ સરોવર તથા દેવ ડેમના પાણી શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રી નદી ગાંડીતુર બની હતી અને ખતરાના નિશાનથી ઉપર વહેતાં ઓવરફ્લો થઇ હતી જેના કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. શહેરના અનેક સોસાયટી, દુકાનો,કાચા પાકા મકાનો સહિત સમગ્ર શહેરમાં બે ફૂટ થી માંડી દસ, બાર ફૂટ સુધીના પાણી ભરાઇ ગયાં હતાં જેના કારણે વાહનો, દુકાનો, મકાનોમા, ઓફિસોમાં મોટા પાયે નુકશાન થયું હતું ચાર દિવસ બાદ ધીમે ધીમે શહેરમાંથી પૂરના પાણી ઓસરી ગયા છે અને હવે છઠ્ઠા દિવસે લગભગ મોટા ભાગના વિસ્તારોમાંથી પૂરના પાણી રોડરસ્તાઓ તથા સોસાયટીઓમાંથી ઉતરી ગયા છે પરંતુ હજી શહેરના કેટલાક વિસ્તારોમાં વગર વરસાદે અને પૂરના પાણી ઓસર્યા બાદ પણ રોડપર પાણી જોવા મળી રહ્યા છે તેનું કારણ શહેરના અનેક મોલ,હોસપિટલો, થિયેટરો, મલ્ટિપ્લેક્સ, કોમ્પલેક્ષોના બેઝમેનટમાંથી મોટર ,ડંકી લગાવી પાણી રોઢ પર કાઢવામાં આવી રહ્યાં છે. ખાનગી મોટરો તથા ડંકી ના માલિકો દ્વારા બેઝમેનટમાંથી પાણી બહાર કાઢી આપવા માટે પ્રતિ કલાક દીઠ રૂ. 1000 થી 1200 સુધી વસૂલવામાં આવી રહ્યાં છે. ઘણાં બેઝમેનટમાં દુકાનોને તો ઘણાં બેઝમેનટમાં પાર્ક કરેલા વાહનોને મોટું નુકસાન થયું છે.બેઝમેનટમાંથી કાઢવામાં આવી રહેલા પાણીને કારણે હજી પણ કેટલાક વિસ્તારોમાં રોડપર પાણી ભરાયેલા હોઇ વાહનચાલકોને રાહદારીઓને હાલાકી ઉઠાવવાનો વારો આવ્યો છે.