Vadodara

શહેરમાં પૂરના પાણી ઓસર્યા બાદ સ્વચ્છતાના અભાવે અનેક વિસ્તારોમાં અસહ્ય ગંદકી

શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદકી, દુર્ગંધ થી રોગચાળો વકર્યો

પાલિકા તંત્ર દ્વારા અન્ય શહેરના સફાઇસેવકોને બોલાવ્યા બાદ પણ વડોદરામાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો છે

શહેરમાં ગત તા. 26 ઓઓસ્ટ થી 29ઓગસ્ટ દરમિયાન શહેરમાં પૂરપ્રકોપને કારણે આખાય વડોદરા શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઇ હતી. વિશ્વામિત્રી નદીના પાણીની સાથે સાથે શહેરના રોડરસ્તાઓ પરનો કચરો તથા વિશ્વામિત્રી નદીમાં નાંખવામાં આવતો કચરો શહેરમાં ઠેરઠેર એકત્રિત થયો હતો તદુપરાંત શહેરમાં શાકભાજી અને અન્ય કચરો તથા કાદવકીચડ પૂરના પાણીમાં તણાઇ આવ્યો હતો. ચાર દિવસ બાદ શહેરમાં પૂરના પાણી ઓસર્યા બાદ વિવિધ વિસ્તારોમાં કચરા, કીચડ ને કારણે અસહ્ય ગંદકી સાથે દુર્ગંધયુક્ત વાતાવરણ ઊભું થયું હતું ત્યારે વડોદરા મહાનગરપાલિકાના સફાઇસેવકો તથા અમદાવાદથી વધારાના સફાઇ સેવકોને બોલાવી શહેરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.શહેરમાં પૂર તથા પૂરની પરિસ્થિતિ બાદની સ્થિતિને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી હતી અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ વડોદરામાં દોડી આવ્યા હતા તેઓ પોતે રાત્રે 11 થી સવારના 6 વાગ્યા સુધી પોતે અલગ અલગ વોર્ડ વિસ્તારમાં જ ઇ સ્વચ્છતા ની કામગીરી ની સમીક્ષા કરી હતી અને સફાઇસેવકો ની કામગીરીને પોતે બિરદાવી હતી પરંતુ તેઓ પરત ગયા બાદ શહેરના સફાઇસેવકો દ્વારા સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ પાલિકા તંત્ર ની નિષ્ક્રિયતા ને કારણે હજી શહેરના વિવિધ વિસ્તારો જેમાં શહેરના વાઘોડિયારોડ, સયાજીગંજ વિસ્તારમાં આવેલા અને સૌથી પૂરથી પ્રભાવિત વિસ્તાર એવા બીબીસી ટાવર, પરશુરામ ભઠ્ઠા, અકોટા ત્રણ રસ્તા, અકોટામા આવેલા તાજ હોટલ સામે, મુજમહુડા રોડપર આવેલા સામ્રાજ્ય ફ્લેટ, મુજમહુડા સર્કલ ખાતે ગંદકી, કચરાના ઢગ જોવા મળી રહ્યાં છે સાથે જ આ સ્થળોની આસપાસ અસહ્ય દુર્ગંધ પણ ફેલાતાં લોકો પરેશાન છે છતાં હજી સુધી પાલિકા તંત્ર દ્વારા સફાઇ કરવામાં ન આવતા આ વિસ્તારમાં રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઇ રહી છે. બીજી તરફ શહેરના એસ.એસ.જી.હોસ્પિટલમાં ઓપીડીમા પાણીજન્ય, મચ્છરજન્ય રોગચાળાના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. મેલેરિયા, ઝાડા ઉલટી, શરદી ખાંસી ,ચામડીના રોગો, કોલેરા જેવા કેસોમાં વધારો થવા છતાં પાલિકા તંત્ર સ્વચ્છતા બાબતે ગંભીર જણાતું ન હોય તેવું લાગી રહ્યું છે.

Most Popular

To Top