Vadodara

શહેરમાં પુર અસરગ્રસ્તોને નહીં મળેલા ફૂડપેકેટ્સની વિજીલન્સ દ્વારા તપાસની યુથ કોંગ્રેસ દ્વારા માંગ…

સાડા છ લાખ ફૂડપેકેટ્સમાંથી 10%લોકોને જ ફૂડપેકેટ્સ મળ્યા? બાકીના 90%ફૂડપેકેટ્સ ક્યાં?: પવન ગુપ્તા-કાર્યકારી પ્રમુખ

જવાબદાર અધિકારીઓ સામે કાયદાકીય પગલાં લેવા માંગ

વડોદરા શહેરમા ગત તા. 26 થી 29 ઓગસ્ટ દરમિયાન શહેરમાં કુદરતી અને માનવસર્જિત પૂરની સ્થિતિ સર્જાઇ. સતત ત્રણ દિવસ પૂરના પાણીને કારણે લોકોને ભારે હાલાકી ઉઠાવવાનો વારો આવ્યો હતો. ત્રણ દિવસ સુધી લોકો પૂરના પાણીમાં દૂધ, દવા શાકભાજી, પીવાના પાણી તથા વીજળી વિના પરેશાન થયા હતા બીજી તરફ દરરોજના લાવી દરરોજ ખાનારા વર્ગની હાલત સૌથી કફોડી બની હતી.લોકોને જમવાનું નશીબ ન હતું નાના નાના બાળકોને દૂધ ઉપલબ્ધ થઈ શક્યું ન હતું. આવા સમયે અમદાવાદ, સુરત, આણંદ તથા વડોદરાના કેટલાક સેવાભાવી સંસ્થાઓ, લોકો દ્વારા મદદની સરવાણી વહી હતી અને સાડા છ લાખ ફૂડ્સ પેકેટ્સ શહેરના પૂરપિડીતો માટે આવ્યા હતા પરંતુ શહેરમાં ઘણાં લોકો સુધી ફૂડપેકેટ્સ અને પાણી મળી શક્યા પણ ન હતા તેવામાં થોડાંક દિવસો પહેલાં વડોદરા યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા અને તેમની ટીમના સભ્યોએ શહેરના અલકાપુરી સ્થિત સર્કિટહાઉસ ના જૂના કોન્ફરન્સ રૂમમાં રાખી મૂકેલા ત્રણ હજાર ઉપરાંતના ફૂડપેકેટ્સ તથા પીવાના પાણીની બોટલોને શોધી કાઢતાં ભારે ઉહાપોહ થયો હતો અને આ મામલે પાલિકાના અધિકારીઓ પણ એક તબક્કે મિડિયા સામે જવાબો આપી શક્યા ન હતા. ત્યારે આપદામા પણ અવસર શોધતા શહેરના રાજકારણીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ,શાશકો માનવતા ભૂલ્યા હતા અને પોતાના તથા પોતાના મળતીયાઓ, સગાઓ તથા વચેટિયાઓ માટે જાણે આ બધું ભેગું કર્યું હોય તેવા આક્ષેપો પણ થયા. એક તરફ શહેરમાં પૂર દરમિયાન જનતા ભૂખી તરસે હતી અને બીજી તરફ શહેરના જવાબદારો, જન પ્રતિનિધિઓતંત્રના અધિકારીઓ પોતાના ફાયદો ઉઠાવવામાં જાણે પડ્યા હોય તેવું જણાયુ હતું. ત્યારે સોમવારે વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા પવન ગુપ્તાની આગેવાનીમાં ફૂડપેકેટ્સના બોક્સ ,રેપર સાથે મ્યુનિસિપલ કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે સાડા છ લાખ ફૂડપેકેટ્સમાંથી જનતાને ફક્ત 10% જ ફૂડપેકેટ્સ મળ્યા બાકીના 90 % ફૂડપેકેટ્સ ક્યાં ગયા?કોણે લીધા અને શા માટે લીધા તે અંગેની વિજીલન્સ તપાસની માંગ કરી હતી સાથે જ જવાબદારો સામે કાયદેસરના પગલાં લેવાની માગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. એક તબક્કે પાલિકા તંત્રમાં સન્નાટો વ્યાપી ગયો હતો.

Most Popular

To Top