શહેરમાં નિયમો નેવે મૂકીને વાહનો ચલાવતા વાહનચાલકો હવે ચેતી જજો, શહેર પોલીસ દ્વારા ઠેરઠેર વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે
શહેરમાં લાયસન્સ, પીયુસી, નંબરપ્લેટ વિનાના વાહનો ફરતા હોય છે સાથે સાથે બુલેટ પર ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા સાયલેન્સર લગાડી ઘણા લોકો ફરતા હોય છે સાથે ઓવરસ્પીડ વાહનો હંકારી અન્ય લોકોના જીવન પણ જોખમમાં મૂકી રહ્યાં છે, સાથે વાહનચોરીના બનાવો પણ ઘણા થય રહ્યા છે એ ચોરીના વાહનો થકી ચેન સ્નેચિંગ સહિતના બનાવોને અંજામ આપી રહ્યાં છે સાથે જ ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહ્યાં છે ત્યારે હવે આવા વાહનચાલકો સામે શહેર પોલીસે સખતાઇ સાથે ચેકીંગ હાથ ધરી જરૂરી કાર્યવાહી કરીશે , આજ રોજ અકોટા દાંડિયાબજાર ચારરસ્તા થી સોલાર રૂફટોપ પેનલ બ્રિજ તથા અન્ય સ્થળોએ પોલીસ દ્વારા વાહનોના ચેકિંગ થકી કાર્યવાહી હાથ ધરી છે.