Vadodara

શહેરમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન માતા દિકરીઓ માટે વિના મૂલ્યે પ્રવેશ આપવા આવેદનપત્ર…

પાલિકા તંત્ર પોતાના હસ્તકના મેદાનો, પ્લોટ્સ નજીવા દરે ધંધાદારીઓને આપે છે તે મેદાનોમાં ગરબા રમવા, જોવા સહિતના પાસ, થકી તેઓ કમાણી કરે છે

ગરબા આયોજકો પાસેથી જીએસટી સહિતના ટેક્ષ લેવામાં આવે તથા મહિલાઓ દીકરીઓને નિ:શુલ્ક પ્રવેશ આપવાની સામાજિક કાર્યકર દ્વારા માગ

વડોદરા શહેરમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન માતા દિકરીઓ માટે વિના મૂલ્યે પ્રવેશ આપવા માટે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા કલેક્ટર કચેરી ખાતેઆવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી જેમાં માતાઓ-બહેન દીકરીઓને વિનામૂલ્યે ગરબા રમવામાં પ્રવેશ આપવામાં આવે તેવી માંગ સાથે સામાજિક કાર્યકર દ્વારા માં જગત જનની અંબા માતાનો ફોટો લઈને કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા એક તબક્કે સામાજિક કાર્યકર કલેક્ટર કચેરી પરિસરમાં માતાજીના ફોટો સાથે જમીન પર બેસી ગયા હતા.
નવરાત્રીમાં ગરબા રમવા માટે વિનામૂલ્યે પ્રવેશ મળે તે માટે સામાજિક કાર્યકર દ્વારા વડોદરા શહેર/જિલ્લા કલેક્ટરને રજુઆત કરી હતી જેમાં તમામ ગરબા આયોજકો પાસેથી જીએસટી વસુલવામાં આવે સાથે જ તમામ ટેક્ષ લેવામાં આવે તેવી રજૂઆત કરી હતી સાથે સાથે વડોદરા કોર્પોરેશન દ્વારા જેટલા પણ ગ્રાઉન્ડ, પ્લોટ તેમજ ખુલ્લી જગ્યાઓ નજીવી કીંમતમાં એટલે કે એક રૂપિયા ટોકને ભાડેથી આપવામાં આવી છે તેને તાત્કાલિક પરત લેવા વિનંતી કરી હતી તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ મુદ્દે રજૂઆત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાલિકા તંત્ર દ્વારા રાજકીય વગ ધરાવતા તથા બિલ્ડરો, બિઝનેસમેન વિગેરેને દરવર્ષે પાલિકાના મેદાનો, પ્લોટ્સ નવરાત્રિ દરમિયાન એક રૂપિયાના ટોકને ધંધાદારીઓને આપી દેવામાં આવે છે અને આ ધંધાદારીઓ દ્વારા ગરબા રમવાના ,ગરબા જોવાનાપાસ, પાર્કિંગ ચાર્જ, સ્ટોલ ધારકો પાસેથી તથા જાહેરાતના હોર્ડિંગ્સ, બેનરોના ચાર્જ લેવામાં આવે છે જો પાલિકાનું મેદાન કે પ્લોટ્સ નજીવા દરે આપવામાં આવે છે તો શહેરની માતા બહેનો દીકરીઓને વિનામૂલ્યે પ્રવેશ પણ આપવો જોઈએ.

Most Popular

To Top