Vadodara

શહેરમાં નજીવા વરસાદમાં પણ શહેરના કેટલાક વિસ્તારોમાં રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયાં

સોમવારે શહેરમાં દિવસ દરમિયાન હળવો વરસાદ વરસ્યો હતો જેમાં શહેરના કેટલાક વિસ્તારોમાં મુખ્ય રોડ રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાયાં હતાં જેના કારણે ઓફિસ શાળાઓ સહિતના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. શહેરના દિવાળીપુરા સ્થિત મલ્હાર પોઇન્ટ,ગોત્રી તળાવ નજીક, સયાજીગંજ રેલવે બસ સ્ટેશન પાસે તથા લહેરીપુરા જેવા વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં હતાં. પાલિકા તંત્ર દ્વારા શહેરના રોડ રસ્તાઓ પરના ખાડાઓના યોગ્ય રીતે પૂરાણ કરવામાં નથી આવ્યા એક તરફ વડોદરાના સાંસદ ડો.હેમાગ જોશીએ અગાઉ સૂચના આપી હોવા છતાં જાણે તંત્ર દ્વારા સાંસદની સૂચના સંદર્ભે આંખ આડા કાન કરતું હોય અથવા તો સાંસદની વાતને તંત્ર ગંભીરતાથી લેતું જ ન હોય તેવી લોકચર્ચા ઉઠી રહી છે.

Most Popular

To Top