Vadodara

શહેરમાં તા.3 થી 10 દરમિયાન વરસાદની આગાહી વચ્ચે હળવા વરસાદી ઝાપટાં શરૂ…

સોમવારે સાંજે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા

સવારે આજવા તથા પ્રતાપસરોવર ના ગેટ 10 વાગ્યે બંધ કરાયાં હતા તે સાંજે 5કલાકે ફરીથી ખોલવામાં આવ્યા

શહેરમાં આજથી એટલે કે તા. 03 થી 10 સપ્ટેમ્બર દરમિયાન મધ્યમ થી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તથા અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી હતી ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા સરોવરમાં 213.75 ફૂટની સપાટીએ સ્થિર રાખી આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવાનું બંધ કરાયું હતું જે બાદ વિશ્વામિત્રી નદીનું જળસ્તર 12 ફૂટની આસપાસ ગયું હતું ત્યારબાદ તંત્ર દ્વારા આજવા સરોવર અને પ્રતાપ સરોવરની જળસપાટી ને લેવલ કરવા વિશ્વામિત્રી નદીમાં ફરીથી પાણી છોડવાનું શરૂ કર્યું હતું. આજવા સરોવરની જળસપાટી 212.50 ફૂટે રૂલ લેવલ રાખવા માટે શનિવારે આજવા ડેમના 62 દરવાજા ઉંચા કરી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવાનું શરૂ કરાયું હતું જેના કારણે વિશ્વામિત્રી નદીની જળસપાટી વધી હતી અને 16 ફૂટની આસપાસ પહોંચી હતી ત્યારબાદ તંત્ર દ્વારા સોમવારે સવારે 10 કલાકે આજવા સરોવર તથા પ્રતાપપુરા સરોવરનું પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવાનું બંધ કરાયું હતું. બીજી તરફ સોમવારે સવારથી શહેર માથે વાદળો ઘેરાયા હતા અને સવારે 10 થી 12 વાગ્યા સુધીમાં 3મીમી વરસાદ ત્યારબાદ બપોરે12 થી 2 વાગ્યા સુધીમાં 2મીમી વરસાદ થઇ સાંજે 6 વાગ્યા સુધીમાં 5મીમી વરસાદ નોંધાયો હતો. તા. 3જી સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર દરમિયાન હવામાન વિભાગ તથા અંબાલાલ પટેલ દ્વારા ડીપ ડિપ્રેશન થી મધ્યમ થી ભારે વરસાદની આગાહી કરી છે બીજી તરફ ઉપરવાસમાં પણ વરસાદની શક્યતા છે ત્યારે તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે સોમવારે સાંજે 5વાગ્યે ફરીથી આજવા તથા પ્રતાપ સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવાનું શરૂ કરાયું છે. આ લખાય છે ત્યારે શહેરમાં વરસાદી ઝાપટું પડતાં વધુ ત્રણ મીમી વરસાદ પડ્યો હતો.

Most Popular

To Top