Vadodara

શહેરમાં ઠેરઠેર કોર્પોરેશન દ્વારા આડેધડ ખોદકામ ચાલી રહ્યું હોવાથી લોકોને ભારે હાલાકી


ગેસ કંપનીના સુપરવાઈઝર કે અધિકારીઓ કામગીરીનું નિરીક્ષણ કરવા નીકળતા નથી

વડોદરા શહેરમાં મોટાપાયા ઉપર ગેસની નવી લાઈનો નાખવાનું કામ ચાલી રહ્યું છે. રાવપુરા રોડ ઉપર તેમજ અન્ય જગ્યાઓ ઉપર વરસાદી ગટરનું કામ મોટાપાયે ચાલી રહ્યું છે. વોર્ડ નં. 14માં ગેસની મોટી લાઈનો નાખવાનું કામ કરવાથી ગલીઓમાં ખાડાઓ ખોદાઈ ગયા, ગેસની લાઈનો નંખાઇ ગઈ ,પરંતુ આગળની કાર્યવાહી માટે ગેસ કંપનીના સુપરવાઈઝર કે અધિકારીઓ કામગીરીનું નિરીક્ષણ કરવા નીકળતા નથી તેવું દેખાઈ રહ્યું છે. જ્યાં જ્યાં ખાડા ખોદેલા ત્યાંની માટી ખાડાઓમાં નાખી ઢગલા કરી રાખ્યા છે. પોળોમાં લોકોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી છે. છેલ્લા 20 દિવરાથી આ વિસ્તારમાં ગેસની પાઈપલાઈન નાખ્યા પછી જે ગેસના ફોર્સનું ટેસ્ટીંગ છે, સાથે લોકોના ઘરમાંજ ગેસની નવીલાઈનો નાખવાની છે. આ બધી પ્રક્રિયાનું સતત મોનેટેરીંગ થતું નથી. હાલમાં લોકોના ઘરમાં માટી પવનથી ઉડી રહી છે. પોળોમાં તો ચાલવાની જગ્યા રહેતી નથી, ખાડાઓ ખોદાતા લોકોને મુશ્કેલીનો સામનો વેઠવો પડતો હોય છે. ગેસ તંત્રની બેદરકારીના લીધે લોકોને ઘણી મશ્કેલી નડી રહી છે.

Most Popular

To Top