Vadodara

શહેરમાં જોખમી ભૂવા પડવાનો સિલસિલો યથાવત,બાપોદ પ્રાથમિક શાળા નજીક જોખમી ભૂવો પડ્યો છતાં તંત્ર નિદ્રામાં

અહીં નજીકમાં જ પાલિકાના પૂર્વ સ્થાઇ સમિતિના ચેરમેનનુ નિવાસસ્થાન પણ છે

છેલ્લા એક અઠવાડિયાથી ભૂવા નજીકથી વિધ્યાર્થીઓ શાળામાં જાય છે તથા વાહનદારીઓ પસાર થતા હોય છે

(પ્રતિનિધિ) વડોદરા તા. 23

વડોદરા શહેરમાં ચોમાસું પૂરું થયું હોવા છતાં જોખમી ભૂવાઓ પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ગત જુલાઇ ઓગસ્ટ મહિનામાંથી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રાજમાર્ગો ઉપર જોખમી ભૂવાઓ પડી રહ્યા છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ સ્થિત બાપોદ જકાતનાકા વિસ્તારમાં આવેલા બાપોદ તળાવ સામેના રોડ થી રંગ વાટિકા તરફ જવાના તથા બાપોદ ગામ તરફ જતા માર્ગે છેલ્લા આઠેક મહિનાથી પાણી તથા ડ્રેનેજની લાઇનની કામગીરી કરવામાં આવી હતી અને ત્યારબાદ અહી કોન્ટ્રાકટર દ્વારા વેઠ ઉતારતી કામગીરી કરી હોય તેમ રોડ પર યોગ્ય પૂરાણ કરવામાં આવ્યું નથી જેના કારણે અહીંથી અવરજવર કરતા વાહનદારીઓ અને રાહદારીઓને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે સાથે જ અહીં આસપાસના મકાનોમાં પણ ધૂળની ડમરીઓ, ટ્રાફિક ને કારણે વાહનોના હોર્ન, ધૂમાડાના કારણે પરેશાની ઉઠાવવી પડી રહી છે તથા અહીં ક્યારેક ક્યારેક સામસામે વાહનોની ભીડ થતાં લોકોના ઝઘડા દરમિયાન અપશબ્દો સાભળવાની નોબત પણ આવે છે ખાસ કરીને ઘરમાં બહેન,દીકરીઓ હોય ત્યારે આવી પરિસ્થિતિ ઘણી ક્ષોભજનક બની જાય છે નવાઇની વાત એ છે કે આ જ રોડ પર બે શાળાઓ જેમાં વંદના વિધ્યાલય તથા વડોદરા મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત બાળાસાહેબ મધુકર દત્તાત્રેય દેવરસ પ્રાથમિક શાળા (બાપોદ પ્રાથમિક શાળા) આવેલી છે અહીં નાના બાળકો ખાડાઓ તથા મોટા મોટા કપચીવાળા પત્થરો પરથી પસાર થવા મજબૂર બન્યા છે અહીં નજીકમાં જ વડોદરા મહાનગરપાલિકાના સ્થાઇ સમિતિના પૂર્વ ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલનું નિવાસસ્થાન પણ આવેલું છે અહીં અગાઉ છેલ્લા કેટલાક મહિનાથી લોકો પરેશાન થઇ રહ્યા છે ઉપરથી અહીં છેલ્લા એક અઠવાડિયાથી વડોદરા મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત બાળાસાહેબ મધુકર દત્તાત્રેય દેવરસ પ્રાથમિક શાળા (બાપોદ પ્રાથમિક શાળા) નજીક જ જોખમી ભૂવો પડ્યો છે જ્યાં સ્થાનિકો દ્વારા લાકડું મૂકી આડાશ ઉભી કરવામાં આવી છે જેથી કોઈ વાહનદારી, રાહદારીઓ,શાળાએ જતાં બાળકોને તથા મૂંગા પશુઓને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય.
અહીં જોખમી ભૂવો તથા ખાડાઓ રાત્રિ દરમિયાન દેખાતા નથી જેના કારણે ઘણીવાર લોકો પડી જાય છે અભ્યાસ માટે આવતા બાળકો પણ પડી જતાં હોય છે છતાં આજદિન સુધી પાલિકા તંત્ર કે કોન્ટ્રાકટર દ્વારા અહીં યોગ્ય પૂરાણ કરવામાં આવ્યું નથી બીજી તરફ વડોદરા મહાનગરપાલિકાના સ્થાઇ સમિતિના પૂર્વ ચેરમેનનુ નિવાસસ્થાન પણ નજીક હોય તથા તેઓ દરરોજના અહીંથી જ અવરજવર કરતા હોવા છતાં અહીં કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી બીજી તરફ સ્થાનિક ચૂંટાયેલા નગરસેવકોને પણ નજીકના શાળામાં જોખમી રીતે અભ્યાસ કરવા જતાં વિધ્યાર્થીઓની જાણે કોઇ જ પરવાહ ન હોય તેવું લાગી રહ્યું છે ત્યારે શહેરમાં પાલિકા તંત્ર દ્વારા તકલાદી કામગીરી કરી લોકોના જીવને જોખમમાં મૂકનાર કોન્ટ્રાકટરો સામે પગલાં ક્યારે લેશે? શું આવી તકલાદી કામગીરી કરનારા કોન્ટ્રાક્ટરો પર પાલિકાના કયા અધિકારીઓની રહેમ નજર છે? શું કોઇ મોટી દુર્ઘટના બને ત્યારે જ તંત્ર જાગશે તેવા અનેક સવાલો લોકમુખે ઉઠ્યા છે.

Most Popular

To Top