Vadodara

શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકટાળભર્યા વાતાવરણથી લોકો ત્રાહિમામ ….

શહેરમાં રવિવારે બપોરે કેટલાક વિસ્તારોમાં વધતા ઓછા અંશે વરસાદી ઝાપટાં પડ્યા બાદ સોમવારે વધુ ઉકાળાટભર્યુ વાતાવરણ અનુભવાયુ..

અચાનક તાપમાનમાં પણ સોમવારે વધારો નોંધાયો..

શહેરમાં ગત તા.13 અને 14 અને સપ્ટેમ્બર દરમિયાન શહેરમાં હળવા વરસાદી ઝાપટાં પડતા શહેરના વાતાવરણમાં બે દિવસ થોડીક ઠંડક જોવા મળી હતી પરંતુ ત્યારબાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને શહેરીજનોને ઉકળાટભર્યા વાતાવરણનો અનુભવ કરવો પડી રહ્યો છે. ગત રવિવારે શહેરના કેટલાક વિસ્તારોમાં વધતા ઓછા અંશે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં 2મીમી જેટલો વરસાદ શહેરમાં પડ્યો હતો. જેમાં અટલાદરા, ઓ.પી.રોડ, કારેલીબાગ, ફતેગંજ, માંજલપુર, સયાજીગંજ જેવા વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા ત્યારબાદ વાતાવરણમાં વધુ ઉકળાટનો અનુભવ શહેરીજનોને કરવો પડ્યો છે. દિવસે તો ઠીક પરંતુ રાત્રિ દરમિયાન પણ શહેરીજનોને અસહ્ય ગરમી તથા ઉકળાટભર્યા વાતાવરણનો અનુભવ કરવો પડી રહ્યો છે સોમવારે શહેરમાં મહતમ તાપમાન 37.4 ડિગ્રી નોંધાયું હતું જ્યારેલઘુતમ તાપમાન 26.8 ડિગ્રી સેલ્સિયસ હતું.સોમવારે શહેરીજનોએ વાતાવરણમાં બફારાનો અનુભવ કર્યો હતો અને દિવસ દરમિયાન પરસેવે રેબઝેબ થવાનો વારો આવ્યો હતો. જો કે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે જ્યારે ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં નવરાત્રી દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.લોકોએ સોમવારે દિવસ દરમિયાન કામ વિના બહાર જવાનું ટાળ્યું હતું જેના કારણે શહેરના મંગળબજાર સહિતના બજારોમાં નવરાત્રીના વસ્ત્રો, જ્વેલરી સહિતની ખરીદી માટે પણ જૂજ લોકો દેખાયા હતા તથા શહેરીજનો મોડી રાત સુધી બહાર ફરવા બેસવા માટે નિકળ્યા હતા.

Most Popular

To Top