મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં વડોદરા ગણેશોત્સવમાં બીજા ક્રમાંકે
પોલીસ અધિકારીઓ, પોલીસ સ્ટાફ સાથે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિક ડાયવર્ટ ની ફરજ પડી
કાલુપુરા સાર્વજનિક યુવક મંડળ ના ગણપતિ બાપ્પાની આગમન યાત્રામાં ડીજેના તાલે લોકો મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા
મહારાષ્ટ્ર બાદ જો બીજા ક્રમે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય તો તે ગુજરાતના વડોદરા શહેરમાં ઉજવાય છે. વડોદરાના ગણેશ મંડળો દ્વારા અગાઉથી જ વિવિધ થીમો આધારિત મોટા ગણેશ પંડાળો તથા શ્રીજીની પ્રતિમાઓના ઓર્ડર બુક કરાવી દેવામાં આવતા હોય છે. શહેરમાં દસ દિવસના આતિથ્ય માણવા શ્રીજીની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઇ ગઇ છે. આગામી 7મી સપ્ટેમ્બર ગણેશ ચતુર્થી થી શ્રીજીની સ્થાપના થનાર છે ત્યારે શહેરમાં મોટા મોટા પંડાળોમા શ્રીજીના વાજતેગાજતે આગમન શરૂ થઇ ગયા છે. વડોદરા શહેરના ગણેશ મંડળોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા શહેરના રાજ માર્ગો પર વિવિધ ગણેશ મંડળો દ્વારા રોજબરોજ ગણપતિની આગમન યાત્રા જોવા મળતી હોય છે ત્યારે વડોદરા શહેર નવા બજાર ખાતે આવેલ કાલુપુરા સાર્વજનિક યુવક મંડળ દ્વારા રવિવારે રાત્રે શ્રીજીની આગમન યાત્રા યોજવમાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા. ડભોઈ રોડ ખાતે આવેલ યમુના મિલ પાસેથી શ્રીજીની આગમન યાત્રા નીકળી હતી જેમાં ગણેશ ભક્તોનું કીડિયારું ઉભરાયું હતું. આ આગમન યાત્રા પ્રતાપ નગર, વિહાર ટોકીઝ, ચોખંડી માંડવી એમ જી રોડ ન્યાય મંદિર પદ્માવતી શોપિંગ સેન્ટર ગાંધીનગર ગુહ, નવા બજાર થઈને નીજ મંડળે પહોંચી હતી. જેમાં લહેરીપુરા ગેટ પાસે ભવ્ય આતિશ ભાજી કરવામાં આવી હતી. અને મોટી સંખ્યામાં યુવાનો અને બાળકો માં જોડાયા હતા અને ગણપતિ બાપ્પા મોરિયા નારા લગાવ્યા હતા.પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મીઓ દ્વારાસમગ્ર રૂટપર કોઇ અનિચ્છનીય બનાવ કે ભીડના કારણે અંધાધૂંધી ન સર્જાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સાથે જ ગણેશ આગમનયાત્રા ને કારણે કેટલાક વાહનદારીઓ ને રૂટ બદલવો પડ્યો હતો.