આવતીકાલે જળયાત્રા બાદ અષાઢી બીજ સુધી ભગવાનના કપાટ બંધ થઈ જશે

શહેરના ગોત્રી હરિનગર ચારરસ્તા પાસે આવેલા ઇસ્કોન મંદિરમાં આવતી કાલે તા.11 જૂનને બુધવારે જેઠ સુદ પૂનમના દિવસે 44 મી ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાશે.સવારે પોણા નવ વાગ્યે ઇસ્કોન નિજ મંદિરમાંથી ભગવાન શ્રી જગન્નાથજી, બલરામજી તથા બહેન સુભદ્રાજી ને મંદિર પરિસરમાં બનાવેલ મંડપમાં લાવવામાં આવશે જ્યાં ભગવાનને ભોગ બાદ મહા આરતી કરવામાં આવશે ત્યારબાદ ભગવાનને મંત્રોચ્ચાર સાથે જળયાત્રા એટલે સ્નાનયાત્રા નો કાર્યક્રમ યોજાશે ત્યારબાદ ભગવાન જગન્નાથજીના કપાટ અષાઢી બીજ એટલે કે આગામી તા 27 જૂન સુધી બંધ થઈ જશે.અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજી,ભાઇ બલરામજી તથા બહેન સુભદ્રાજી સાથે શહેરના સ્ટેશનથી રથયાત્રામાં નગરચર્યાએ નીકળશે ત્યારે હરિનગર ચારરસ્તા નજીક આવેલા ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથજીની સ્નાન યાત્રા વિધિ માટે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે સમગ્ર મામલે ઇસ્કોન મંદિરનાં મહંત નિત્યાનંદ સ્વામી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

