ઇમરજન્સી વાહનોને પણ પસાર થવું મુશ્કેલ બને તે રીતે આડેધડ વાહનો પાર્ક કરનારાઓ સામે શું કાર્યવાહી હાથ ધરાશે?
શહેરમાં પ્રથમ નોરતે જ ગેરવ્યવસ્થા જોવા મળી છે. શારદીય આસો નવરાત્રિ સોમવારથી શરૂ થઇ છે. પ્રથમ નોરતે જ શહેરના કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર થી વિશ્વામિત્રી બ્રિજ નીચે લોકોએ રોડ પર જ પોતાના વાહનો આડેધડ રીતે પાર્ક કરી દેતાં ટ્રાફિક ની અંધાધૂંધી સર્જાઈ હતી.
એક તરફ વડોદરા શહેર પોલીસ દ્વારા ગરબા આયજકોને યોગ્ય પાર્કિંગ બાદ જ પરવાનગી મંજૂર કરવા જણાવ્યું હતું બીજી તરફ લોકોએ વિશ્વામિત્રી બ્રિજ પાસેના રોડ પર જ વાહનો પાર્ક કરી દેતાં અન્ય વાહનો સાથે ઇમરજન્સી વાહનોને પણ અવરજવર માં તકલીફ પડે તેવી સ્થિતિ છે આ ગેરવ્યવસ્થા માટે જવાબદાર કોણ? શહેર પોલીસ, ટ્રાફિક પોલીસ,ગરબા આયોજકો કે પછી જનતા? લોકોએ પ્રથમ નોરતે જ જાહેરમાર્ગો પર અન્ય વાહનોને અવરોધરૂપ આડેધડ રીતે પોતાના વાહનો પાર્ક કરી દીધા હતા જેના કારણે અન્ય વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી હતી. શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા ગરબા આયોજકોને પાર્કિંગ ની યોગ્ય વ્યવસ્થા બાદ જ ગરબાની મંજૂરી આપવાની વાત શું માત્ર કાગળ પૂરતી કે દેખાડો જ હતી? આ ગેરવ્યવસ્થા તથા જો વાહનોની ચોરી કે નુકસાન થાય તેના માટે જવાબદાર કોણ?