- કંટ્રોલ રૂમ સાથે માત્ર ટેલિફોનિક કોઓર્ડિનેશન કર્યું
- શહેરમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા, ઘણુંખરું નુકસાન થયું છતાં મેયરે એક પણ સ્થળની જાત મુલાકાત ન લીધી
સોમવારે વડોદરા શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. મીની વાવાઝોડાના કારણે શહેરના અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા હતા ઉપરાંત અનેક સ્થળોએ નુકસાન પણ જોવા મળ્યું હતું.છતાં શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પિંકી સોની ઘરમાં ભરાઈ રહ્યા હતા. તેઓ કંટ્રોલ રૂમ ખાતે પણ ટેલિફોનિક વાતચીત કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહિ બીજા દિવસે પણ નુક્સાનીનો ક્યાસ કાઢવા એક પણ સ્થળે મુલાકાત લીધી ન હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરા શહેરને સોમવારે વાવાઝોડાએ બાનમાં લીધું હતું. થોડા જ કલાકોમાં 35 થી 40 કિમીની ઝડપે ફૂંકાયેલા પવને અનેક વિસ્તારોમાં વ્યાપક નુકસાન પહોચાડ્યું હતું. અનેક વૃક્ષ ધરાશાયી થયા હતા અને અનેક વિસ્તારોમાં લાઇડો ડૂલ થઇ ગઈ હતી. ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે નગરજનોમાં પણ ભયની લાગણી ફેલાઈ હતી. સતત 2 કલાક સુધી ભયાનક વાતાવરણ જોવા મળ્યું હતું. આવી કપરી સ્થિતમાં પણ શહેરના પ્રથમ નાગરિક પિંકી સોની ઘરમાં ભરાઈ રહ્યા હતા. તેઓને શહેરના નાગરિકોની જાણે કોઈ પરવા જ ન હતી. તેઓએ કંટ્રોલ રૂમમાં માત્ર એક બે ફોન કરીને તસલ્લી મેળવી લીધી હતી. રાતે ભયાનક વાવાઝોડામાં ન નીકળી શકાય તે સમજી શકાય તેમ છે પરંતુ ત્યાર બાદ પરિસ્થિતિનો ચિતાર મેળવવા માટે પણ એકેય સ્થળે મુલાકાતે ગયા ન હતા. આજે સવારથી માત્ર ઓફિસમાં રહી કેટલાક મુલાકાતીઓ સાથે મુલાકાત કરી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે શું શહેરમાં થયેલ નુક્સાનીનો ક્યાસ કાઢવાની તેઓની જવાબદારી નથી? જે લોકોએ નુકસાઈ વેઠી છે તેઓને સાંત્વના તેઓની નથી? પ્રથમ નાગરિક તરીકેનું પદ મેળવ્યા બાદ તેઓની જવબદારી તેઓ સારી રીતે નિભાવે છે ખરા? હજુ તો આગામી સમયમાં ચોમાસાની મોસમ આવશે. અને ત્યારે કોઈ આવી ઘટના બની તો પણ મેયર શું ઘરમાંજ બેસી રહેશે? મેયર પડે તેઓ માત્ર શોભાના ગાંઠિયા બની રહ્યા હોય તેવું લોકોને લાગી રહ્યું છે.