Vadodara

શહેરમાં આજે 500 જેટલી રિક્ષોઓ પર પોસ્ટર લગાડી મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું

લોકસભાની ચૂંટણી તા.7મે ના રોજ યોજાનારી છે સાથે જ વાઘોડિયા વિધાનસભા બેઠક માટે પણ મતદાન થનાર છે ત્યારે વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે સરકાર તથા સ્થાનિક પ્રશાસન દ્વારા વિવિધ પ્રકારના મતદાન જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યાં છે જેમાં અગાઉ મહિલાઓ દ્વારા મહેંદી થકી, દિવ્યાંગો દ્વારા, કિન્નર સમાજ દ્વારા તથારંગોળી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજરોજ પાંચસો જેટલી ઓટોરિક્ષા પાછળ પોસ્ટર લગાવી આ મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સાથે જ રિક્ષા ચાલકો દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે શપથ પણ લેવામાં આવ્યા હતાઆ અંગે ડેપ્યુટી મ્યુનિ. કમિશનર હસમુખ પ્રજાપતિ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી

Most Popular

To Top