પાછલા દિવસોમાં પૂર્વ ઝોન CDC કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રાઇવરોનું આર્થિક રીતે શોષણ કરાતાં અન્યાય સામે ડ્રાઇવરો દ્વારા અવાજ ઉપાડવામાં આવ્યો હતો જેને ધ્યાનમાં રાખી સરકારી ધારાધોરણો મુજબ વેતન ની માંગણી કરનાર આગેવાનોને ભર દિવાળીમાં નોકરી વગરના કરી દીધા છે ત્યારે ડ્રાઇવરોએ કીડવાઇનગર ડોર ટુ ડોર પાર્કિંગ ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે
ગાડીના પાર્કિંગમા પોતાની નોકરી માટે ધરણા પર બેઠા હતા.
દીવા તળે અંધારું જેવો ઘાટ સર્જાયો છે વડોદરા શહેર ના પુર્વ ઝોન મા ડોર ટુ ડોર નો કોન્ટ્રેક્ટ CDC નામના કંપનીને આપેલ છે એ કંપની દ્વારા ડ્રાઇવરોને સરકારી ધારા ધોરણ પ્રમાણે પગાર આપવામાં આવતો નથી જેના વિરોધમા ડ્રાઇવરો દ્વારા હડતાળ કરવામાં આવી હતી ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રાઇવરોની તમામ માંગણીઓને મૌખિક સ્વીકારી લેવામાં આવેલા હતી પરંતુ ત્યારબાદ દેશના પ્રધાનમંત્રી વડોદરાની મુલાકાત લઇને ગયા બાદ જે ડ્રાઇવરો દ્વારા માંગણીની આગેવાની કરવામાં આવી હતી એ તમામ ડ્રાઇવરોને નોકરીમાથી બર તરફ઼ કરી સામે દિવાળીએ નોકરી વગરના કરી દેતા કોન્ટ્રાક્ટર દ્વારા ગેરવર્તન કરવામાં આવી રહ્યુ છે ત્યારે ગરીબ ડ્રાઇવરો દ્વારા સ્થળ પર ધરણા કરવામાં આવ્યા હતા
ત્યારે વડોદરા શહેર યુથ કોંગ્રેસ ના કાર્યકારી પ્રમૂખ પવન ગુપ્તા દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે CDC ના કોન્ટ્રાક્ટર દ્વાર કોઈ ધારા ધોરણ પ્રમાણે કાર્ય કરવામાં આવતા નથી અને સાથે સાથે રૂટમા પૂરતી ગાડીઓ મુકવામાં આવતી નથી અને ખોટા બિલો પકવવામા આવે છે અને કોઈ પણ ડ્રાઇવરો ને i-card અને ડ્રેસ પણ આપવામા આવતાં નથી ત્યારે આ તમામ ચાલતી લાલિયાવાડી કમિશનર સમક્ષ ખુલી પાડવામાં આવશે.