કેવાયસી, ફિંગરપ્રિન્ટ અપડેટ્સ માટે લોકોની ભારે ભીડ જોવા મળી..
‘સેવાસેતુ’ જેવા લોકસેવાના કાર્યક્રમ કરતાં એકેય રાજકારણીઓ અહીં ન દેખાયા…
શહેરમાં એક તરફ લોકોની વિવિધ પ્રકારની કામગીરી માટે ‘સેવાસેતુ’ નો કાર્યક્રમ રાજકીય નેતાઓ, સ્થાનિક કાઉન્સિલરો સાથે કરવામાં આવી રહ્યો છે જેમાં જનતાને આધારકાર્ડ, આયુષ્યમાનકાર્ડ, રેશનકાર્ડ જેવી કામગીરી માટે જે તે ઝોન વિસ્તારમાં સરળતાથી એક જ જગ્યાએ સુવિધાઓ ઉપલબ્ધ થઇ શકે પરંતુ બીજી તરફ છેલ્લા બે દિવસથી શહેરના કલેક્ટર કચેરી ખાતે આવેલ રેશનકાર્ડ કચેરી તથા શુક્રવારે શહેરના ભૂતડીઝાંપા સ્થિત હૂજરાતપાગા ખાતે આવેલ અનાજ પૂરવઠાની કચેરી ખાતે લોકોની રેશનકાર્ડ ને લગતી કામગીરી જેમાં કેવાયસી, ફિંગરપ્રિન્ટ અપડેટ્સ, નામ ઉમેરવા કે કાઢવા માટે લોકોની ભીડ જોવા મળી રહી છે. લોકો જેમાં મહિલાઓ, પુરુષો, નાના બાળકો સાથે મહિલાઓ સવારથી જ લાંબી લાંબી કતારોમા અહીં જોવા મળી રહ્યાં છે. અહીં આ લોકોની સુવિધાઓ કે સેવા માટે એકેય નેતા કે કાઉન્સિલરો મદદ માટે જોવા નથી મળ્યા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડ તેમજ શિષ્યવૃત્તિ યોજના હેઠળ લાભ લેવા માટે કેવાયસી ફરજીયાત કરાવવું પડે તેથી ગરીબ અને મધ્યમવર્ગના લોકોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી ત્યારે સામાજીક કાર્યકર કમલેશ પરમાર દ્વારા સ્થળ પર જ ઇ ત્યાં તપાસ કરતાં જાણવા મળ્યુ હતું કે અહીં લોકોની સુવિધાઓ માટે એકેય નેતાઓ કે કાઉન્સિલરો જોવા મળ્યા ન હતાં. તેમણે વડોદરા મહાનગર પાલિકા દ્વારા સેવા સેતુનો કાર્યક્રમ કરીને જાહેર જનતાના ટેક્ષ્ટ /વેરાનાં રૂપિયા ખોટી દિશામાં વેડફાટ કરતાં હોવાનો આક્ષેપ કર્યો હતો સાથે જ જણાવ્યું હતું કે ઈલેકશન સમયે નેતાઓ દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે ત્યારે અહીં સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો પણ હાજર ન હતા અનેક લોકો કેવાયસી માટે નાના નાના ભૂલકાઓ સાથે મહીલાઓ સિનિયર સિટીઝન સાથે વિધ્યાર્થીઓ માટે પીવાના પાણીની સુવિધા સાથે બેસવા માટે ખુરશી તેમજ મંડપની પણ વ્યવસ્થા ન હોવાથી ગરીબ અને મધ્યમવર્ગના લોકોને હેરાનગતિ વેઠવી પડી રહી હોવાથી તંત્ર દ્વારા વધુમાં વધુ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સ્ટાફ વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.