Vadodara

શહેરના સોમા તળાવ -ડભોઇરોડ ખાતેના મકાનમાંથી આશરે કુલ રૂ 1.77લાખ ઉપરાંતના મતાની ચોરી

પરિવાર મકાનને તાળું મારી જન્મદિવસના પ્રસંગે ગયો અને ડુપ્લીકેટ ચાવીથી તસ્કરોએ ઘરમાં સોના ચાંદીના દાગીના ની ચોરી કરી ફરાર

સમગ્ર મામલે કપૂરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી

(પ્રતિનિધિ) વડોદરા તા. 19

શહેરના સોમા તળાવ -ડભોઇરોડ ખાતે રહેતો પરિવાર જન્મદિવસની ઉજવણી પ્રસંગે ઘરને તાળું મારીને ગયા હતા તે દરમિયાન તસ્કરોએ ડુપ્લીકેટ ચાવીથી દરવાજો ખોલી ઘરમાંથી સોના ચાંદીના દાગીના મળીને આશરે કુલ રૂ.1,77,381ની કિંમતના માલમતાની ચોરી કરી ફરાર થઇ ગયા અંગેની કપૂરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી.

શહેરમાં તસ્કરોએ હવે જાણે તરખાટ મચાવી દીધો હોય તેમ જણાય છે. શહેરમાં પોલીસ પેટ્રોલિંગ અને ઠેરઠેર સીસીટીવી કેમેરા હોવા છતાં ચોરીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે.લોકોએ હવે મકાનને તાળું મારી એકાદ દિવસ કે પછી થોડી વાર માટે પણ બહાર જવું જોખમી બની ગયું છે.ત્યારે શહેરના સોમા તળાવ -ડભોઇરોડ ખાતે આવેલા કાન્હા હાઇટ્સમા બી ટાવરના ત્રીજા માળે ફ્લેટ નં. 304 માં સંજયભાઇ શાંતિલાલ સોલંકી પોતાના પરિવાર સાથે રહે છે અને સયાજીગંજ વિસ્તારમાં આવેલા બીબીસી ટાવરમા દોશી એકાઉન્ટન્ટ ની ઓફિસમાં ફરજ બજાવે છે તેઓ ગત તા. 17 ફેબ્રુઆરીના રોજ શહેરના નવાયાર્ડ ખાતે આવેલા ડી કેબિન ખાતે રહેતા નાના સાળા અલ્પેશભાઇ ના જન્મદિવસ નિમિત્તે સવારથી ઘરના મુખ્ય દરવાજાને ઇન્ટરલોક કરીને ગયા હતા જ્યાં કાર્યક્રમ પત્યા પછી રાત્રે આશરે સાડા અગિયાર વાગ્યાની આસપાસ પરત ઘરે આવ્યા હતા અને ઇન્ટરલોક ખોલી અંદર જતાં રસોડામાં બુટના પગલાં નજરે પડ્યા હતા જેથી ઘરમાં તપાસ કરતા બેડરૂમમાં થેલામાં દાગીના નું બોક્ષ વિગેરે ગાયબ હોવાનું જણાયું હતું જેથી તપાસ કરતાં બોક્ષમાં મૂકેલા ઘરેણાં જેમાં સોનાના ઝૂમર,ચેઇન, ચાંદીના સાંકળા, તે સિવાય પંદર વર્ષ અગાઉ ગિફ્ટમા આવેલા સોના ચાંદીના દાગીના, સોનાની બે વીંટીઓ, સોનાનું પેન્ડલ, બુટ્ટીઓ, ચાંદીની ઝાંઝર, ચાંદીની લક્કી, પોંચો,તમામ વસ્તુઓ મળીને આશરે કુલ રૂ 1,77,381ના માલમતાની ચોરી થઇ હોવાની કપૂરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top