ગેરકાયદેસર પેસેન્જર વાહનોના કારણે વારંવાર અકસ્માત થાય છે તેમ છતાં પરિસ્થિતિ યથાવત
વડોદરા ટ્રાફિક પોલીસની હપ્તા પદ્ધતિના કારણે શહેરના અનેક જગ્યા પર ગેરકાયદેસર પેસેન્જર વાહન બેફામ બિન્દાસ દોડી રહ્યા છે જેમાં નિર્દોષ લોકોની અકસ્માત થવાના કારણે મૃત્યુ પણ થાય છે આવી પરિસ્થિતિ સતત શહેરના અમિત નગર સર્કલ અને શહેરના સોમા તળાવ ચાર રસ્તા પાસે બની ચૂકી છે છેલ્લા બે વર્ષમાં બે આકસ્માત અને બંને યુવાનો ટ્રાફિક સમસ્યાના કારણે અકસ્માતના ભોગ બન્યા હતા જ્યારે પણ કોઈ મૃત્યુ થાય છે ત્યારે તંત્ર ના જવાબદાર લોકો નામ માત્ર કામગીરી કરી શહેરની જનતાને બતાવે છે કે તે ખૂબ જ ઈમાનદારી પૂર્વક કામગીરી કરી રહ્યા છે પરંતુ એ કામગીરી 10 દિવસ 15 દિવસ કે મહિના સુધીની જ હોય છે ત્યારબાદ પરિસ્થિતિ ફરીથી રાબેતા મુજબ થઈ જાય છે હાલ અમિત નગર સર્કલથી ઈકો કાર આર્ટિકા ગાડી જેવા અનેક વાહનો અમદાવાદ પેસેન્જર ભરીને ટ્રાફિક પોલીસના અધિકારી કર્મચારીઓ સામે લઈ જાય છે તેવીજ રીતે સોમા તળાવ ચાર રસ્તા થી પ્રાઇવેટ પાસિંગ ની ગાડીઓ જેમકે ઇકો ગાડી ,વેન ,મીની બસ જેવા વાહનો ગેરકાયદેસર રીતે પેસેન્જર કરી ડભોઇ બોડેલી તેમજ વાઘોડિયા જતા પેસેન્જરને ભરી લઈ જતા હોય છે તેમ છતાં ટ્રાફિકના જવાન અધિકારીઓ માત્ર ટુ-વ્હીલર પર કોઈ રોંગ સાઈડ આવી જાય કા તો સિગ્નલ તોડી દેતો તેને પકડીને દંડ કરે છે જ્યારે આંખોની સામે જ ગેરકાયદેસર પેસેન્જર વાહન ભરાય છે તેને કોઈ રોકટોક કરવામાં આવતી નથી જ્યારે કેટલાક સ્થાનિક રહીશો આ બાબતથી ભારે પરેશાન છે ટ્રાફિક સમસ્યાના કારણે તેમને પણ જેવું મુશ્કેલ બની ગયું છે એવામાં ટ્રાફિક ડીસીપી ટ્રાફિક જ્યોતિબેનને શું આ વાતની જાણ નહીં હોય? કે પછી કોઈ નિર્દોષ નો અકસ્માતમાં જીવ જાય તેની તેમને પરવા નથી? નગરજનો કડક કાર્યવાહીની આશા રાખીને બેઠા હોય ત્યારે પોલીસ અધિકારી તેમની આશા પર ખરા ના ઉતરતા હોય તેમ લોકોનું કહેવું છે.
