લોકોના મકાનોમાં પાણી ભરાઇ જતાં ઘરવખરી સહિતના સામાનને નુકશાન
વિશ્વામિત્રી નદીમાંથી મગરો આ વિસ્તારમાં જોવા મળતાં લોકો માથે જોખમ તોળાઇ રહ્યું છે..
બુધવારે શહેરમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતીને કારણે તેર ઇંચ જેટલો વરસાદ રાત સુધીમાં ખાબક્યો હતો જેના કારણે શહેરમાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ જોવા મળી હતી સાથે સાથે ઉપરવાસમાંથી વરસાદી પાણીની આવકને પગલે આજવા સરોવરનું જળસ્તર વધતા આજવા સરોવરના 62 દરવાજાને પાણીના લેવલ માટે ઉંચા કરી લગભગ ત્રણેક હજાર ક્યૂસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યું હતું પરંતુ આગળ ઢાઢર નદીમાં વરસાદી પાણી ભરાતા વિશ્વામિત્રી નદીનું પાણી ઢાઢર નદીએ ન લેતાં ગુરુવારે રાત્રે વિશ્વામિત્રી જળસપાટીમા વધારો થયો હતો અને વિશ્વામિત્રી નદી 29.23 ફૂટે ભયજનક સપાટી વટાવતા વિશ્વામિત્રી નદીનું પાણી નીચાણવાળા નદી કાંઠા વિસ્તાર સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા તથા અકોટા દાંડિયાબજાર નીચેના રહેણાંક વિસ્તારોમાં આ પાણી ફરી વળ્યા હતા જેના કારણે લોકોને સ્થળાંતરિત થવાની ફરજ પડી હતી. વરસાદી પાણી થી લોકોના ઘરવખરી સામાનને નુકશાન થયું હતું સાથે સાથે શુક્રવારે પણ પાણીનો ભરાવો યથાવત રહ્યો હતો અને વિસ્તારમાં મગર પણ દેખાતા લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું ્