(પ્રતિનિધિ) વડોદરા તા. 14
શહેરના સમા વિસ્તારમાં રહેતો એક આઠ વર્ષીય બાળક પોતાના ઘર નજીક ફટાકડા ફોડી રહ્યો હતો તે દરમિયાન અચાનક ફટાકડા થી દાઝી જતાં તેને એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં બાળક સારવાર હેઠળ ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર, શહેરના સમા વિસ્તારમાં આવેલા શુકલાનગર ખાતે પરિવાર સાથે રહેતો અને અભ્યાસ કરતો આઠ વર્ષીય અબ્દુલ રહેમાન અહમદ અલી પઠાણ ગત તા. 14મી નવેમ્બરના રોજ બપોરે એક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે ફટાકડા ફોડી રહ્યો હતો તે દરમિયાન અચાનક ફટાકડા ને કારણે મોઢાનાં ભાગે દાઝી ગયો હતો બનાવને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા.બાળકને તેના પિતા અને પરિજનો એસ.એસ જી હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા જ્યાં હાલ બાળક સારવાર હેઠળ અને ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે.