Vadodara

શહેરના સંગમ ચારરસ્તા નજીકના દિપીકા ગાર્ડન પાસે ફરી એકવાર જોખમી ભૂવો પડ્યો

વડોદરામાં વરસાદી પાણી માંડ ઉતર્યા ને શહેરમાં ખાડા, ભૂવાની ભરમાર

શહેરમાં ખાડાઓ, ભૂવા પડવાનો સીલસીલો યથાવત

વડોદરા શહેરમાં ગત સપ્તાહે બુધવારે 13 ઇંચ વરસાદ, શુક્રવારે દોઢ ઇંચ વરસાદ અને ગત સોમવારે અઢી ઇંચ વરસાદમાં શહેરમાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતીનુ નિર્માણ થયું હતું. ત્રણ દિવસ બાદ માંડ માંડ વરસાદી પાણી ઉતર્યા હતા. ત્યારબાદ શહેરમાં રોડ ટેક્સ, વેરો ભરતી જનતાને હજી તો એક આફત ઉતરી હતી અને બીજી તરફ શહેરમાં જોખમી ખાડાઓ ભૂવા પડવાની શરૂઆત થઇ હતી જેમાં શહેરના અનેક વિસ્તારોમાં રોડરસ્તાઓમાં ખાડાઓ તથા ભૂવા પડવાનો સીલસીલો શરૂ થઇ ગયો છે. ત્યારે શહેરના સંગમ ચારરસ્તા નજીક આવેલા દિપીકા ગાર્ડન પાસે ટુંક સમય પહેલાં જ મસ મોટો ભુવો પડ્યો હતો.જેને માંડ માંડ પૂરાણ કરવામાં આવ્યું છે ત્યાં જ ગુરુવારે ફરીથી દીપિકા ગાર્ડન પાસે મસ મોટો ભુવાની નિર્માણ થયું છે.આ રોડ અવરજવર માટે મુખ્ય માર્ગ છે અહી મસ મોટો ભુવો પડ્યો છે તે જગ્યાએ વોર્ડ નંબર 7 ના અધિકારીઓ દ્વારા ટુંક સમય પહેલાં જ ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી. ત્યારે આ બાબતે શહેરના સામાજીક કાર્યકર કમલેશ પરમાર સ્થળ પર પહોંચીને ભુવા પાસે બેસીને તંત્રનું ધ્યાન દોર્યું હતું અનેવહેલામાં વહેલી તકે ભુવાને પુરવામાં આવે તેવી માંગ કરી હતી. સાથે ભૂવાની આસપાસ બેરીકેટ લગાવવામાં આવે તેવી માંગ કરી હતી કારણ કે ,સામેની સાઈડમાં નાના નાના ભૂલકાંઓ જ્યાં શિક્ષણ માટે આવે છે તે ભૂલકાઓનુ ભવન આવેલ છે સાથે જ સિનિયર સિટીઝન તેમજ બાળકોની અવરજવર અહીં પુષ્કળ રહેતી હોય છે. કોઈપણ પ્રકારની ઘટના ન બને તેને ધ્યાનમાં રાખીને કામગીરી હાથ ધરવામાં આવે સાથે જ આવાં અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરીને વડોદરા શહેરમાં દાખલો બેસે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

Most Popular

To Top