Vadodara

શહેરના વોર્ડ 16માં પ્રાથમિક સુવિધાઓ માટે રહીશોનો આક્રોશ, પાણી-ડ્રેનેજ અને રસ્તાની બૂમો યથાવત્

પાંચ વર્ષથી રાજકીય વાયદાઓ પોકળ સાબિત થયા, 25,000 પરિવારો પરેશાન માર્ગ, પાણી, ડ્રેનેજ અને બસ સેવા સહિતની સમસ્યાઓનું સમાધાન નહિ થતાં રહીશોમાં અસંતોષનું મોજું

વડોદરા શહેરના મહાનગરપાલિકાની ચૂંટણીને પાંચ વર્ષ પૂર્ણ થવા આવી રહ્યા છે, છતાં વોર્ડ નંબર 16ના હજારો રહીશો હજુપણ પ્રાથમિક સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે. વિસ્તારના રહીશો નું કેહવુ છે કે ચૂંટણી વખતે રાજકીય પક્ષોએ ચાહે તે ભાજપ હોય કે કોંગ્રેસ મોટા મોટા વાયદા કર્યા હતા, પણ એક પણ પક્ષના લોકપ્રતિનિધિએ પાયાની સુવિધાઓ પૂરી પાડવા બાબતે અમલ કર્યો નથી.

વિસ્તારની વાસ્તવિકતા એવી છે કે અહીંની રસ્તાથી લઇને ગટરની લાઈન, પીવાના પાણીની સુવિધા, તેમજ જાહેર બસ સેવા સુધી, દરેક ક્ષેત્રમાં મુશ્કેલીઓ જ જોવા મળે છે. અત્યાર સુધી ડ્રેનેજ લાઈન નાખવામાં નામે બે વર્ષથી માત્ર પાઈપો રસ્તાની કિનારે મૂકી દેવામાં આવ્યા છે, પરંતુ ત્યાં કામ પૂરું કરવામાં આવ્યું નથી. રોડ રસ્તાના જાળવણી અભાવે ટૂંકા વરસાદમાં ધોવાઈ જાય છે, ભરપૂર ખાડા પડી જવાથી રહેણાંક અને વાહનચાલકોને ભારે નુકશાન વેઠવું પડે છે ને અકસ્માતની શક્યતાઓ ભય રહે છે.

નેતાઓએ મોટા દાવા કર્યા હતા, જે પૂરાં થઈ શક્યા નથી, પીવાનું પાણી દુષિત અને ગંદુ આવે છે, તે પણ માત્ર દસ મિનિટ. અનેકવાર વોર્ડના કોર્પોરેટરો અને મહાનગરપાલિકાની કચેરીને લેખિત તથા મૌખિક ફરિયાદો છતાં

સામાન્ય લોકોની માગણીઓનું કોઈ ચોક્કસ પરિણામ મળતું નથી.
છેલ્લા છ મહિનાથી, સીટી બસ સેવા પણ અચાનક બંધ થતાં નોકરીયાત લોકો તથા વિદ્યાર્થીઓને અવર-જવર માટે ભારી મુશ્કેલીઓ પડી રહ્યું છે.
આ વિસ્તારમાં 25,000 પરિવાર અને અસંખ્ય સોસાયટીઓ આવેલી છે, છતાં અધિકારીઓ, સત્તાધીશો કે વિપક્ષના પ્રતિનિધિઓ કોઈપણ પ્રકારની ફરિયાદ સાંભળવા તૈયાર નથી.

વિસ્તાર ખૂબ મોટો છે અને અનેક કામો ખૂબ ધીમી ગતિથી થાય છે. પીવાના પાણી ગંદા આવે છે અને સ્વચ્છતા ના અભાવે પણ લોકો કંટાળ્યા છે. છતાં સ્થાનિક તંત્ર તરફથી કોઈ ખાસ કાર્ય નથી થતું. આગામી ચૂંટણીમાં તેઓ પોતાની માંગણી જોરથી રજૂ કરશે. આવું જરૂરી છે કે તંત્ર આ સમસ્યાઓ પર ઝડપથી ધ્યાન આપે અને તે માટે પગલાં લે, જેથી વોર્ડ 16માં રહેવાસીઓને આરામદાયક અને પ્રાથમિક સુખ સગવડ મળી શકે.

Most Popular

To Top