માતા અને માસી સાથે ચાલતા જતાં બાળકના ગળામાં ફોર વ્હીલર પાછળ ભરાયેલો પતંગનો દોરો આવી ગયો હતો
બાળકને ગળાના ભાગે અંદરથી ત્રણ અને બહાર સાઇડથી દસથી વધુ ટાંકા લેવા પડ્યા
(પ્રતિનિધિ) વડોદરા તા. 27
શહેરના વિશ્વામિત્રી બ્રિજ પર કલ્યાણનગર ખાતેથી માતા અને માસી સાથે ગત તા. 26મી જાન્યુઆરીના રોજ ચાલતા જતાં એક વર્ષીય બાળકના ગળામાં પાછળથી આવતી એક ફોર વ્હીલર માં લપેટાયેલો પતંગનો દોરો આવી જતાં બાળકને ગળાના ભાગે ઇજા પહોંચી હતી જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમમા ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર બાદ તબિયતમાં સુધારો હોવાનું જાણવા મળ્યું છે
ઉતરાયણ પર્વ વિત્યાને દસ દિવસ ઉપરાતનો સમય વિત્યા છે છતાં શહેરમાં પતંગના દોરાથી ઇજાઓના બનાવો યથાવત જોવા મળી રહ્યાં છે.ગત તા. 14મી જાન્યુઆરીના રોજ ઉતરાયણ તથા બીજા દિવસે વાસી ઉતરાયણ એમ બે દિવસમાં શહેરમાં ચાલીસ થી વધુ લોકો પતંગના દોરાથી ઇજાગ્રસ્ત થયા હતા અને ચાર લોકો મૃત્યુ પામ્યા હતા કેટલાક મૂંગા પક્ષીઓ ઘવાયા હતા તો કેટલાક મૃત્યુ પામ્યા હતા ત્યારબાદ પણ અવારનવાર શહેરમાં પતંગના દોરાથી ઇજાઓ થવાના બનાવો બની રહ્યા છે તો બીજી તરફ હજી પણ શહેરના કેટલાક વિસ્તારોમાંથી જાણે ઉતરાયણની અસર ગઈ ન હોય તે રીતે શનિવાર અને રવિવારે પતંગો ચઢતી જોવા મળે છે જે પક્ષીઓ અને માનવો માટે જોખમી સાબિત થઇ રહ્યાં છે ત્યારે ગત તા. 26મી જાન્યુઆરીના રોજ શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા મચ્છીપીઠ નવાબવાડા વિસ્તારમાં રહેતા હસન સમીર શેખ નામનો એક વર્ષીય માસૂમ બાળક પોતાની માતા અને માસી સાથે સાંજે પાંચ વાગ્યે કલ્યાણનગર વિશ્વામિત્રી બ્રિજ પરથી ચાલતા પસાર થઈ રહ્યા હતા બાળકને તેની માતાએ ખોળામાં તેડેલુ હતું તે દરમિયાન પાછળથી એક ફોર વ્હીલર પસાર થઈ હતી જેની પાછળ ના ભાગે પતંગનો દોરો ફસાયેલો હતો તે આ એક વર્ષના બાળકના ગળામાં આવી જતાં બાળક ઇજાગ્રસ્ત થયો હતો.ઘટનાને પગલે લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત માસૂમ બાળકને એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને ગળાના ભાગે અંદર સાઇડે ત્રણ તથા બહારની સાઇડથી દસથી વધુ ટાંકા લેવા પડ્યા હતા હાલ બાળક સારવાર હેઠળ ભાનમાં હોવાનું તથા તેની તબિયતમાં સુધારો હોવાનું જાણવા મળ્યું છે.