એક વ્યક્તિ નિઝામપુરા તરફ જતી સિટી બસમાં ચઢ્યા અને આશરે રૂ.10,000ની કિંમતના સેમસંગ મોબાઇની ચોરી
વાઘોડિયા તરફ જવા સોફ્ટવેર ઇજનેર સિટી બસમાં ચઢ્યા અને મોટોરોલા કંપનીના આશરે રૂ.20,000ની કિંમતનો મોબાઇલ ફોન ચોરાયો
(પ્રતિનિધિ) વડોદરા તા. 15
શહેરના બે અલગ અલગ વ્યક્તિઓ વિનાયક લોજીસ્ટિકના સિટી બસ ડેપોમાં બસમાં ચઢ્યા અને ભીડભાડનો લાભ ઉઠાવી કોઇ ઇસમો દ્વારા બે જુદી જુદી કંપનીના મોબાઇલ ફોન મળીને આશરે કુલ રૂ. 30,000ના ફોનની ચોરી કરી હોવાની ફરિયાદ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં કરાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
શહેરમાં દિનપ્રતિદિન ઘરફોડ ચોરી, લૂંટફાટ, ચીલઝડપ ના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે અને હવે લોકોને સિટી બસમાં મુસાફરી કરવામાં પણ સાવચેતી રાખવા જેવા બનાવો બની રહ્યાં છે ત્યારે પ્રથમ એક બનાવમાં શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા ફર્ટિલાઇઝર પાર્કના મકાન નંબર બી -30મા રહેતા નિતીન જમનાદાસ ઠક્કર પોતાના પરિવાર સાથે રહે છે અને વેબ ડિઝાઇનીગનુ કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે વર્ષ -2018મા સેમસંગ કંપનીના એ -30 મોડેલનો મોબાઈલ ફોન જેની આશરે કિંમત રૂ. 10,000 ની જેનો પોતાના ઉપયોગ માટે ખરીધ્યો હતો. તેઓ ગત તા. 14 મી ફેબ્રુઆરીના રોજ પોતાના કામ માટે અંકલેશ્વર ગયા હતા અને ત્યાંથી રેલવેમાં બેસી પરત વડોદરા રેલવે સ્ટેશન આવ્યા હતા જ્યાંથી તેઓ નજીકના વિનાયક લોજિસ્ટિકના સિટી બસ ડેપોમાં ગયા હતા અને નિઝામપુરા તરફ જતી સિટી બસમાં ભીડમાં ચઢ્યા હતા બસમાં બેઠા બાદ તેમણે પોતાના પેન્ટના ખિસ્સામાં મોબાઈલ ફોન ન જણાતાં પોતાનો ફોન ચોરાયો હોવાની બુમો પાડી હતી પરંતુ મોબાઇલ મળ્યો ન હતો જેથી સમગ્ર મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
બીજા બનાવમાં શહેરના વાઘોડિયા વિસ્તારમાં આવેલા માડોદર ના કૈલાશપાર્ક સોસાયટીના મકાન નંબર -48મા રહેતા પ્રિયાંક કૌશિકભાઇ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે.તેઓ સોફ્ટવેર ઇજનેર છે તેમણે પોતાના ઉપયોગ માટે મોટોરોલા કંપનીના edge 50 મોડેલનો ફોન ખરીદ્યો હતો.તેઓ ગત તા. 14 ફેબ્રુઆરીના રોજ બેંગ્લોર થી રેલવે મારફતે વડોદરા પહોંચ્યા હતા જ્યાં રેલવે સ્ટેશનથી વિનાયક લોજિસ્ટિકના સિટી બસ ડેપોમાં સાંજના સવા છ વાગ્યાની આસપાસ વાઘોડિયા તરફની બસમાં ભીડમાં ચઢ્યા હતા બસમાં બેઠા બાદ તેમણે પેન્ટના ડાબા ખિસ્સામાં મૂકેલો મોબાઇલ ફોન જેની આશરે કિંમત રૂ.20,000 ની કિંમતનો ન જણાતાં આસપાસ પૂછપરછ કરી હતી અને નીચે ઉતારી તપાસ કરવા છતાં મોબાઇલ ફોન મળ્યો ન હતો જેથી આ અંગેની સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
