Vadodara

શહેરના વિકાસ માટે 6200 કરોડથી વધુનું VMC બજેટ રજૂ

આર્થિક અસર વિના વિકાસલક્ષી યોજનાઓને પ્રાધાન્ય

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સર્વાંગી વિકાસ માટે અંદાજે ₹6200.56 કરોડનું ડ્રાફ્ટ બજેટ 2025-26 માટે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2024-25 માટેનું રિવાઇઝ્ડ બજેટ ₹6013.61 કરોડ રજૂ કરવામાં આવ્યુ છે. જ્યારે ગત વર્ષે પણ બજેટમાં કોઇ વેરાની વૃદ્ધિ ન કરાતા સામાન્ય નાગરિકોને આર્થિક રાહત આપવામાં આવી હતી.

આ વર્ષે પ્રથમ વખત VMC દ્વારા બજેટ પૂર્વે જનતાના સૂચનો મગાવવામાં આવ્યા હતા. 1700 થી વધુ લોકસૂચનો પ્રાપ્ત થયા છે, જેમાં રસ્તાઓની પહોળાઈ, સફાઈ, દબાણમુક્તિ, આરોગ્ય સુવિધાઓ, પાણીની સમસ્યાઓ અને અન્ય વિકાસલક્ષી મુદ્દાઓનો સમાવેશ થાય છે.

Most Popular

To Top