Vadodara

શહેરના વાસણા વિસ્તારમાં પંચમુખી હનુમાન મંદિર નજીક પાલિકા દબાણ શાખાની ટીમ ત્રાટકી

શહેરના વાસણા -ભાયલી રોડ સ્થિત પંચમુખી હનુમાન મંદિર નજીક ચારરસ્તા પાસે પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા લારી ગલ્લાઓના દબાણો દૂર કરવામાં આવ્યા

શહેરના વાસણા ભાયલી રોડ પર આવેલા પંચમુખી હનુમાનજી મંદિરની નજીક ચારરસ્તા થી મંદિર રોડ સુધીના રોડ પર લારી ગલ્લાઓના દબાણોને વડોદરા મહાનગરપાલિકા ની દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન પોલીસની ટીમ પણ સાથે રહી હતી. વોર્ડ નં.10 ની પાલિકાના સ્ટાફ સાથે રહીને અહીં લારી ગલ્લા, તંબુ સહિતના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જો કે અહીં સામે જ ખાનગી વિવાદિત પ્લોટમાં ઉભા કરાયેલા મોટા તંબૂ અને નર્સરી જેના ફૂટપાથ સુધીના દબાણો પર કોઇ કાર્યવાહી ન કરાઇ હોવાથી લોકચર્ચા ઉઠી હતી


Most Popular

To Top