શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા કિડવાઇ નગર સ્થિત હિરા શક્તિ એપાર્ટમેન્ટમાં આજે એકાએક આગ લાગતાં ઘરવખરી સામાન બળીને ખાક થઇ ગયો હતો જો કે સમય રહેતા ઘરના સભ્યોનો આબાદ બચાવ થયો હતો.ઘટનાની જાણ થતાં પાણીગેટ ફાયરબ્રિગેડ ની ટીમે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે.ઘરમા કેટલાકનું નુકસાન થયું છે તે ચોક્કસપણે જાણી શકાયું નથી.