હવામાન વિભાગ દ્વારા તા.04 થી 10 મે દરમિયાન રાજ્યમાં પવનો ગાજવીજ સાથે કમોસમી વરસાદ ની આગાહી કરી હતી તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા ચેતવણીને ગંભીરતાથી ન લેતાં પ્રિમોન્સૂનની કામગીરીના ભાગરૂપે શહેરમાં ચાલી રહેલી ડ્રેનેજ,પાણીની લાઇનની કામગીરીમાં ઝડપ ન કરાવતા નાગરિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જેમાં સોમવારે સાંજે અચાનક વાતાવરણમાં બદલાવ સાથે વાવાઝોડું ફૂંકાયું હતું અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો.
તે દરમિયાન શહેરના ઇલેક્શન વોર્ડ નં 4 અને 6 જે મેયર અને સ્થાઇ સમિતિના ચેરમેનના વોર્ડ વિસ્તારમાં આવે છે ત્યાં એક તરફના રોડની કામગીરી છેલ્લા ચાર માસથી ગોકળગતિએ ચાલતી હોવાને કારણે એક તરફના રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો.આ રોડપર મોટી હોસ્પિટલ, સાથે જ ટ્યુશન ક્લાસિસ,, શાળા આવેલી છે તેમ છતાં સ્માર્ટ પાલિકાના અધિકારીઓ દ્વારા અહીં ધ્યાન આપવામાં આવતું નથી સાથે જ હવામાન વિભાગ દ્વારા જ્યારે ચેતવણી, આગાહી આપી હોય તેમ છતાં ગંભીરતા ન દાખવતાં શહેરના લોકોને , દર્દીઓ, વિધ્યાર્થીઓને વરસાદ તોફાન દરમ્યાન એક તરફના રોડ પર સર્જાયેલા ટ્રાફિક જામમાં અટવાવવાનો વારો તંત્રના પાપે આવ્યો હતો.

