Vadodara

શહેરના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો, વાદળછાયું વાતાવરણ સાથે જ હવામાં ભેજનું પ્રમાણ 11%

બંગાળના સમુદ્રમા સાયક્લોન થવાને કારણે સામાન્ય વાવાઝોડું આવવાની શક્યતા છે ત્યારે તેના કારણે અરબી સમુદ્રમાં ભેજનું પ્રમાણ વધતાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં વાતાવરણમાં પલટો જોવા રહ્યો છે ત્યારે આજે વડોદરામાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું.આજે વડોદરામાં મહત્તમ તાપમાન બપોરે 39 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 11% રહ્યું હતું બીજી તરફ પવનની ગતિ 8 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી હતી જેના કારણે લોકોને તાપથી તો રાહત મળી હતી પરંતુ બીજી તરફ થોડો ઉકળાટનો અનુભવ થયો હતો.આગામી 5 એપ્રિલ સુધી પર્વતીય વિસ્તારમાં તથા બંગાળ, વિશાખાપટ્ટનમમાં સામાન્ય વાવાઝોડું તથા કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે મધ્ય ગુજરાત, ઉતર પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે મધ્ય ગુજરાતમાં આજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.

Most Popular

To Top