ઇજાગ્રસ્ત મહિલાને એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી તેમને દાહોદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા
ઇજાગ્રસ્ત મહિલાના પગમાં ગંભીર ઇજાના કારણે ઓપરેશન કરી પ્લેટ મૂકવાનો વારો આવ્યો
(પ્રતિનિધિ) વડોદરા તા. 28
મૂળ દાહોદના મહિલા પોલીસ સબ ઇન્સ્પેકટર ની ભરતી માટેની ફિજીકલ પરીક્ષા માટે શહેરના લાલબાગ બ્રિજ પાસેના એસ.આર.પી.એફ ગ્રાઉન્ડમાં આવ્યા હતા જ્યાં દોડતી વેળાએ અચાનક પડી ગયા હતા જ્યાંથી તેઓને ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા ત્યાં પ્રાથમિક સારવાર બાદ તેઓને રજા લઈ દાહોદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓના પગમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના ગોધરા રોડ ખાતે આવેલા કાજારીયા ખાતેના હરેકૃષ્ણ સોસાયટીમાં રહેતા 32 વર્ષીય સ્નેહાબેન રાજેશભાઇ રાઠોડ નામના મહિલા વડોદરા શહેરના લાલબાગ બ્રિજ નજીક આવેલા એસ.આર.પી.એફ. ગ્રાઉન્ડમાં ચાલતી પોલીસ સબ ઇન્સ્પેકટર ની શારીરિક પરીક્ષા માટે આવ્યા હતા જ્યાં તેઓ ગતરોજ સવારે સાત વાગ્યે મેદાનમાં દોડની પરીક્ષા આપી રહ્યાં હતાં તે દરમિયાન ચોથા રાઉન્ડમાં તેમને ધક્કો વાગતાં તેઓ નીચે જમીન પર પડી ગયા હતા તેઓને ડાબા પગના ઘૂંટણમાં અસહ્ય દુખાવો થતાં તેમને ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેઓ રજા લઈ દાહોદ ખાતે એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા જ્યાં તેઓના ડાબા પગે ઓપરેશન કરી પ્લેટ મૂકવાનો વારો આવ્યો હોવાનું અને તેઓ ભાનમાં હોવાનું અને તેમની તબિયતમાં સુધારો હોવાનું
પરિવાર તરફથી જાણવા મળ્યું હતું