વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડ્યા હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. શહેરના લાલબાગ બ્રિજ પર વાહનો રોંગ સાઇડથી પસાર થઈ રહ્યા છે.
સામાન્ય નાગરિકોને પાઠ ભણાવતી પોલીસની ગાડી પણ રોંગ સાઈડ પસાર થતી જોવા મળી હતી. સામાન્ય નાગરિકોને દંડ ફટકારતી પોલીસ શું પોતાની જ ગાડીને દંડ ફટકારશે કે કેમ?
અવારનવાર લાલબાગ બ્રિજ પર વાહનો રોંગ સાઈડ થી પસાર થતા હોય છે . ટ્રાફિક નિયમનના અભાવે લાલબાગ પર વાહનો રોંગ સાઈડ પસાર થઈ રહ્યા છે