Vadodara

શહેરના લાલબાગ કુંભારવાડા વિસ્તારમાં જુગાર રમતા 17 જેટલા ઇસમો રૂ.2.05લાખ ઉપરાંતના મુદામાલ સાથે ઝડપાયા

ખેલીઓ પાસેથી અંગજડતીના રોકડા રૂ.41,150, જમીન દાવના રોકડ રૂ.4,000,14 મોબાઇલ ફોન જેની આશરે કિંમત રૂ 1,60,000 મળીને કુલ રૂ.2,05,150નો મુદામાલ ઝડપાયો

નવાપુરા પોલીસે એક પોલીસ કર્મીનો પુત્ર નીતેષ નારીયાભાઇ રાઠવા,એક સગીર તથા એક મહિલા સહિત કુલ 17 ખેલીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

(પ્રતિનિધિ) વડોદરા તા. 14

શહેરના લાલબાગ કુંભારવાડા વિસ્તારમાં આવેલા રેલવે ક્રોસિંગ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં પતા પાના વડે હારજીતનો જૂગાર રમતા એક સગીર તથા એક મહિલા તથા પોલીસ કર્મીનો પુત્ર નીતેષ નારીયાભાઇ રાઠવા
સહિત 17 જેટલા ખેલીઓને કુલ રૂ.2,05,150ના મુદામાલ સાથે નવાપુરા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ એસ અંસારીની દોરવણી હેઠળ તા. 14મી ફેબ્રુઆરીના રોજ નવાપુરા પોલીસ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે શહેરના લાલબાગ કુંભારવાડા વિસ્તારમાં રેલ્વે ક્રોસિંગ ની બાજુમાં આવેલા વ્હાઇટ હાઉસ ની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો પતા પાના પૈસા વડે હારજીતનો જૂગાર રમતા હતા તે દરમિયાન પોલીસે તેઓને ઘેરીને અટકાયત કરી હતી અને તેઓની તપાસ કરતા એક સગીર તથા એક મહિલા અને પોલીસ કર્મીનો પુત્ર
નીતેષ નારીયાભાઇ રાઠવા સહિત કુલ 17 જેટલા ઇસમો પાસેથી અંગજડતીના રોકડા રૂપિયા 41,150,જમીન દાવના રોકડા રૂપિયા 4,000તથા 14નંગ મોબાઇલ ફોન જેની આશરે કિંમત રૂ 1,60,000મળીને કુલ રૂ. 2,05,150ના મુદામાલ સાથે ઝડપી પાડી તેઓ સામે જુગારધારાની કલમ -12મુજબ ગુનો દાખલ કરી નવાપુરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.


ઝડપાયેલા ખેલીઓની યાદી

(1) વિશાલ દિલીપભાઇ આહીરે રહે, મ.નં 109 ભક્તિ કોમ્પલેક્ષ દંતેશ્વર વડોદરા શહેર

(2) અર્જુન કનૈયાલાલ કોરી રહે, મ.નં 405, વિજયવાડી ઝવેરનગર પાસે વડોદરા શહેર

(3) જીગરભાઇ ચીમનભાઇ પંચાલ રહે, મ.નં 83, મહાકાળી નગર દંતેશ્વર વડોદરા શહેર

(4) પાર્થ કિશોરભાઇ મહાડીક રહે, મ.નં 07,વિષ્ણુનગર બરોડા સ્કૂલ સામે દંતેશ્વર વડોદરા શહેર

(5) સાવન ઉર્ફે બાદલ સુનીલભાઇ રહે, સ્વિમીગ પુલ પાસે લાલબાગ ઝુપડપટ્ટી વડોદરા શહેર મુળ રહે, ગામ-સોનગઢ, સુરત

(6) દીલાવર રુસ્તમ દીવાન રહે, સ્વિમીગ પુલ પાસે લાલબાગ ઝુપડપટ્ટી મુળ રહે-ગામ, ઇખર તા-આમોદ જી-ભરુચ

(7) વિપુલભાઇ રમેશભાઇ વાધેલા રહે,મ.નં 35, ગંગાનગર હેવી વોટરની સામે દંતેશ્વર વડોદરા શહેર

(8)ધર્મેશભાઇ અશોકભાઇ માળી રહે, મ.નં 41, વિષ્ણુનગર બરોડા સ્કૂલ સામે દંતેશ્વર વડોદરા શહેર

(9) સાગરભાઇ અશોકભાઇ સોની રહે, મ.નં.7હીરાબાનગર સોસાયટી બપોદ જકાતનાકા વાધોડીયા રોડ વડોદરા શહેર

(10) દેવરાજ જગદીશભાઇ કહાર રહે, મ.નં 16 કબીરનગર બાપોદ જકાતનાકા સન રાઇઝ શોપીંગ સેન્ટરનીસામે વાધોડીયા રોડ વડોદરા શહેર

(11) પુરષોત્તમ લાલાભાઇ ચૌહાણ રહે,ગંગાનગર હેવી વોટરની બાજુમાં દંતેશ્વર વડોદરા શહેર

(12) અક્ષય બાકીરાવ ગોલ્હાર રહે.બી-204 શ્રી સિધ્ધેશ્વર હીલ એપાર્ટમેંટ તરસાલી હાઇવે વડોદરા શહેર

(13) સમાધાન ધર્મરાજ પાટીલ રહે, મ.નં 40, જ્ઞાનનગર સત્યનારાયણ સોસાયટી ની બાજુમાં દંતેશ્વર વડોદરા શહેર

(14) બાદલ રમેશભાઇ સોલંકી રહે, 93-ડી પ્રતાપનગર રેલ્વે કોલોની દંતેશ્વર વડોદરા શહેર

(15) પરેશ ઉર્ફે શૈલેષભાઇ નિર્મલસિંગ ઠાકોર રહે-બી-7 ચિત્રાનગર સોસાયટી દંતેશ્વર વડોદરા શહેર

(16) નીતેષ નારીયાભાઇ રાઠવા રહે, બી-25 મ.નં 346 પોલીસ હેડ કવાટર્સ વડોદરા શહેર

Most Popular

To Top