અકસ્માત સર્જી ફોર વ્હીલર ચાલક ઘટનાસ્થળેથી વાહન લઇને ભાગી ગયો
સમગ્ર મામલે સયાજીગંજ પોલીસે કાર્યવાહી હાથ ધરી
(પ્રતિનિધિ( વડોદરા તા. 23
શહેરના રેલવે સ્ટેશન ખાતે પ્રવેશ ગેટ નજીક મહિલા પેસેન્જરને બેસાડી સહયોગ ગોરવા જતી રીક્ષાને સેન્ટ્રલ બસ ડેપો નજીક એક ફોર વ્હીલર ચાલકે અચાનક ટર્ન મારી ટક્કર મારતાં રીક્ષા પલ્ટી ગઇ હતી જેમાં મહિલા પેસેન્જરને બંને હિપ જોઇન્ટના હાડકામાં ફ્રેકચર તથા શરીરે ઇજાઓ પહોંચી હતી જેથી તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે રિક્ષાને પણ નુકસાન થયું હતું.અકસ્માત બાદ ફોર વ્હીલર ચાલક વાહન લઇને ભાગી ગયો હોય સમગ્ર મામલે સયાજીગંજ પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના છાણી રોડ ખાતે આવેલા સરદાર વાડી મહોલ્લામાં પરિવાર સાથે રહેતા રમેશભાઇ નારાયણભાઇ સલાટ રિક્ષા ડ્રાઇવિંગ કરી પોતાનું ગુજરાન ચલાવે છે તેઓએ વર્ષ -2024મા એક ઓટો રિક્ષા જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-બીડબલ્યુ-6252 પોતાના દીકરાના નામે ખરીદી હતી જેનો ઉપયોગ તેઓ પોતે કરે છે.ગત તા. 20 મી ફેબ્રુઆરીના રોજ તેઓ રિક્ષા લઈને સાંજના છ વાગ્યાની આસપાસ રેલ્વે સ્ટેશન ના પ્રવેશ ગેટથી એક મહિલા પેસેન્જર ને બેસાડી તેમને સહયોગ ગોરવા છોડવા જવા માટે નિકળ્યા હતા તે દરમિયાન સેન્ટ્રલ એસટી ડેપો પાસેના પેટ્રોલ પંપ સામે એક ફોર વ્હીલર જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-પીએ-0370 ના ચાલકે અચાનક જમણી તરફ ઇન્ડિકેટર બતાવી ટર્ન મારી રીક્ષાને અડફેટે લીધી હતી જેના કારણે રીક્ષા ફંગોળાઈ પલ્ટી ખાઇ જતાં અંદર બેઠેલા પેસેન્જર સાથે નીચે પટકાયા હતા અકસ્માત ને પગલે લોકો દોડી આવ્યા હતા અને રિક્ષા તથા રમેશભાઇ અને મહિલા પેસેન્જર ને સ્લાઇડમાં ખસેડ્યા હતા.પટકાયેલા ઇજાગ્રસ્ત મહિલાને રાહદારીઓએ બીજી રીક્ષા મારફતે ભાઇલાલ અમીન જનરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા બીજી તરફ રિક્ષા ને પણ મોટું નુક્શાન થયું હતું અકસ્માત બાદ ફોર વ્હીલર ચાલક સ્થળ પરથી વાહન લઇને ભાગી ગયો હતો.આધેડ ઇજાગ્રસ્ત મહિલાનું નામ કિર્તી જીતેન્દ્ર શર્મા તથા તેઓ ગોરવા રિફાઇનરી રોડ ખાતે આવેલા બી-17 એક્ઝોટીકા સોસાયટીમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું તેઓને બંને સાઇડના હિપ્સ જોઇન્ટ માં,પેલ્વીસના હાડકામાં ફ્રેકચર નિદાન થયું હતું સાથે જ બંને ઘૂંટણ,ગાલ,નાક અને હોઠ જમણા હાથમાં છોલાઇ ગયું હતું આ અંગે રિક્ષા ચાલક રમેશભાઇ સલાટ દ્વારા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
