*યુવક દવા લેવા જતો હતો તે દરમિયાન તે દરમિયાન યુવકે “તુ મેરી ઔરત કો છેડતા હૈ ઐસા મુજે શક હૈ”કહી ફેંટો પણ મારી
શહેરના વાડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં યાસીન ખાન પઠાણ રોડ પર બપોરે દવા લેવા મોટરસાયકલ પર નિકળેલા યુવકને પરણિતાની છેડતીની આશંકા રાખી મૂઢમાર તેમજ તિક્ષણ હથિયાર થી હૂમલો કરાતાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડી વાડી પોલીસ દ્વારા તપાસ સહિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા.
શહેરમાં દિનપ્રતિદિન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી રહી હોય તેમ જણાય છે. ગુનેગારોને જાણે પોલીસ કે કાયદાનો ખૌફ રહ્યો નથી તેવું જણાય છે.શહેરના વાડી વિસ્તારમાં ગુલમીર શાહ મસ્જિદ પાસે બુરહાની એપાર્ટમેન્ટમાં મકાન નંબર 201મા પરિવાર સાથે રહેતા આરિફ ઇબ્રાહિમ મિસ્ત્રી જમીન લે વેચનો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ રવિવારે બપોરે પોતાના મિત્ર ઐયુબ પટેલની મોટરસાયકલ લઈને વાડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા યાસીનખાન પઠાણ માર્ગ પર પોતાના ફેમિલી ડોક્ટર પાસે દવા લેવા નિકળ્યા હતા. તે દરમિયાન અબરાર સ્ટોરની સામે નઇમ અહેમદ અંસારીએ તેમને રોકીને મોઢા પર ફેટી મારી હતી. જેથી આરિફે પૂછતાં કે કેમ મારે છે ત્યારે નઇમે જણાવ્યું હતું કે “તુ મેરી પત્ની કો હેરાન કરતા હેં ઔર છેડતી કરતા હૈ ઐસા મુઝે શક હૈ” તેમ કહી ઝપાઝપી કરવા લાગ્યો હતો અને તેના કમરમાં છૂપાવેલા તિક્ષણ હથિયાર વડે મોઢા પર હૂમલો કરવા જતાં આરીફે હાથ આગળ ધરી દેતા હાથ પર ઇજા થઇ હતી. ત્યારબાદ આરીફ તાલીમુન નિરવા મદ્રેસા તરફ ભાગ્યો હતો અને આગળ જતાં પડી ગયો હતો. ત્યારે નઇમે તિક્ષણ હથિયારથી કમરના જમણા ભાગે ઇજાઓ કરી હતી. જેથી લોહી નિકળતાં એક સૈયદ નામના છોકરાએ દરમિયાનગીરી કરી બચાવતા આરીફ ઉઠીને ભાગ્યો હતો અને બચાવ માટે બુમો પાડી હતી. તે દરમિયાન આગળ સલીમ અન્સારી ઉભો હતો તેણે આરિફને ફેટો મારી હતી. તે દરમિયાન ભીડમાંથી બે અજાણ્યા ઇસમોએ પણ આવીને લોખંડનો સળિયો મારતાં જમણી બાજુ કાનના ઉપરના ભાગે વાગ્યું હતું. તથા એકે ફેંટો મારી હતી તે દરમિયાન આજુબાજુના લોકોએ ભેગા થઇ આરીફને બચાવ્યો હતો અને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ અંગેની વાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વાડી પોલીસે તપાસ હાથ ધરી છે બનાવના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી છે.