Vadodara

શહેરના માંજલપુર વિસ્તારમાં મોબાઇલ ફોનની લતે ચઢેલા 14 વર્ષના વિધ્યાર્થીને માતાપિતાએ ઠપકો આપતાં ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

મૃતક સગીર વિદ્યાર્થીનું નામ મનીષગીરી ચિંતામણી હોવાનું તથા ધોરણ -9મા અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે

14 વર્ષીય વિદ્યાર્થીને પરિવારજનોએ વધુ પડતા મોબાઈલના ઉપયોગ કરવા બદલ ઠપકો આપ્યો હતો. આ ઠપકાથી યુવકને લાગી આવતા તેણે મોતને વ્હાલું કર્યુ

રાજ્યમાં અવારનવાર મોબાઈલને લીધે કુમળી વયના વિદ્યાર્થીઓ, સગીરો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. ત્યારે તા.15 મી એપ્રિલના રોજ શહેરના માંજલપુરમાં આવેલા તુળજાનગર સોસાયટી,અલવાનાકા કોતર તલાવડી ખાતે 14 વર્ષના વિદ્યાર્થીઓ મોબાઈલના વળગણથી માતાપિતાએ ઠપકો આપતાં લાગી આવતાં મોતને વ્હાલું કર્યુ હતું. તાજેતરમાં જ એક યુવક મોબાઈલમાં એટલો વ્યસ્ત હતો કે ધાબા પરથી ઉતરવામાં ચૂક થઈ અને સીધો જમીન પર પટકાયો અને તેનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. ત્યારે શહેરના માંજલપુરમાં આવેલા તુળજાનગર સોસાયટી,અલવાનાકા કોતર તલાવડી ખાતે બનેલ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. માંજલપુરમાં 14 વર્ષના ધોરણ -9 માં અભ્યાસ કરતા મનીષગીરી ચિંતામણી નામના વિદ્યાર્થીએ મોબાઈલની લ્હાયમાં મોતને વ્હાલું કર્યુ છે. મળતી માહિતી મુજબ આ વિદ્યાર્થીને મોબાઇલ ફોન ની લત લાગી ગઈ હતી. તે દિવસનો મોટો ભાગ મોબાઈલ જોવામાં પસાર કરતો હતો. આ ટેવથી કંટાળીને પરિવારજનો તેને વારંવાર ઠપકો આપતા હતા. બનાવના દિવસે પરિવારજનોએ વિદ્યાર્થીને મોબાઈલના વધુ પડતા ઉપયોગ બદલ ઠપકો આપ્યો હતો. જેથી વિદ્યાર્થીને માઠું લાગ્યું હતું. વિદ્યાર્થીએ નબળી ક્ષણે ન ભરવાનું પગલું ભર્યુ હતું. તેણે પંખા પર ઓઢણી લટકાવીને ગાળિયો બનાવી ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવને પગલે માંજલપુર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડી જરુરી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top