ફાયરબ્રિગેડ ની ટીમે શોધખોળ હાથ ધરી પરિવાર સહિત સ્થાનિકોમાં આક્રોશ સાથે નર્મદા કેનાલ ફરતે ફેન્સિંગ અથવા દિવાલ બનાવવાની માગ

(પ્રતિનિધિ) વડોદરા તા.20
શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા અયોધ્યા નગર પાસેથી પસાર થતી ખુલ્લી નર્મદા કેનાલમાં રવિવારે એક સગીર વયનો બાળક રમતા રમતા કેનાલમાં પડી જતાં લાપતા થયો હતો જે અંગેની જાણ ફાયરબ્રિગેડ ને કરવામાં આવતા ફાયરબ્રિગેડ ની ટીમે શોધખોળ હાથ ધરી હતી પરંતુ આ લખાય છે ત્યાં સુધી બાળકનો કોઈ પત્તો લાગ્યો ન હતો.
શહેરના છાણી તથા ગોરવા વિસ્તારમાં થી પસાર થતી ખુલ્લી નર્મદા કેનાલ લોકો માટે કાળ બની રહી છે અહીં કેનાલ પાસે રહેણાંક વિસ્તાર આવેલો છે સાથે જ ખુલ્લી નર્મદા કેનાલ પાસેથી રસ્તા પર અસંખ્ય રાહદારીઓ,વાહનદારીઓ ની અવરજવર રહેતી હોય છે પરંતુ નર્મદા નિગમ અને પાલિકા તંત્ર દ્વારા કોઇપણ પ્રકારની સલામતી વ્યવસ્થા ન કરાતાં અહીં ખુલ્લી કેનાલ લોકોનો ભોગ લ ઇ રહી છે ત્યારે રવિવારે વધુ એક સગીર ગોરવા વિસ્તારમાં આવેલા અયોધ્યાનગર પાસેથી પસાર થતી નર્મદા ખુલ્લી કેનાલમાં અયોધ્યાનગર પાસેના સાંઇનાથ નગરમાં રહેતો 9 વર્ષીય મોહંમદ રિઝવાન પઠાણ નામનો બાળક ખુલ્લી નર્મદા કેનાલના પાણીમાં લાપતા થયો હતો જેની જાણ થતાં પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું અને પરિવારમાં સાથે જ સ્થાનિકોમાં નર્મદા વિભાગ તથા સ્થાનિક પાલિકા તંત્ર સામે આક્રોશ ની લાગણી છવાઈ છે. ઘટનાની જાણ ફાયરબ્રિગેડ ને કરાતાં ફાયરબ્રિગેડ ની ટીમ તથા ગોરવા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કેનાલમાં લાપતા સગીર બાળકને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી હતી જો કે સાંજ સુધીમાં બાળકનો પત્તો લાગ્યો ન હતો.સ્થાનિકો દ્વારા નર્મદાની જોખમી ખુલ્લી કેનાલ ફરતે લોખંડની ફેન્સિંગ જાળી અથવા તો દીવાલ બનાવવા માંગણી કરવામાં આવી હતી.સ્થાનિકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે અહીં કેનાલ પાસે રહેણાંક વિસ્તાર આવેલા છે સાથે જ વાહનોની અવરજવર પણ કેનાલ પાસેથી થાય છે સાથે જ અગાઉ ઘણાં લોકો કેનાલમાં ડૂબી ગયા છે ત્યારે નર્મદા કેનાલ વિભાગ તથા સ્થાનિક પ્રશાસન દ્વારા ખુલ્લી નર્મદા કેનાલ ફરતે ફેન્સિંગ અથવા તો દીવાલ બનાવવામાં આવે જેથી લોકો ભોગ ન બને.
અહીં અયોધ્યાનગર, સાંઇનાથ નગર સહિતના રહેણાંક વિસ્તાર નર્મદા કેનાલ નજીક આવેલા છે સાથે જ અહીં ખુલ્લી કેનાલ પાસેથી સવારે 7 થી 12 સ્કૂલવાન,સ્કૂલ રિક્ષા તથા અન્ય વાહનોની અવરજવર હોય છે સાથે જ અગાઉ અહીં ઘણા બનાવો બન્યા છે લોકોના ડૂબી જવાના એક વર્ષ અગાઉ તમન્ના નામની દીકરીની સાયકલ દોઢ વર્ષે અંદરથી મળી છે સાથે જ છાણી થી લઈને ગોરવા સુધી આ ખુલ્લી કેનાલમાં ઘણા લોકો ડૂબ્યા છે ત્યારે પ્રશાસને અહીં લોખંડની ફેન્સિંગ જાળી અથવા તો દીવાલ દીવાલ બનાવવી જોઈએ જેથી હવે કોઈ ભોગ ન બને.
રાણા યાસીન, સ્થાનિક