શહેરના મકરપુરામાં શ્રીનાથજી જ્વેલર્સમાથી આશરે કુલ રૂ 82,000ના મતાની સોનાની ચેઇન ની ચોરી થઈ હતી જ્યારે શહેરના વડસર રોડ પરની ‘આરના જ્વેલ ‘નામની દુકાનમાંથી 11 ગ્રામની રૂ.80,000ના મતાની સોનાની બે વીંટીની ચોરીની ફરિયાદ નોંધાઇ હતી.
શહેરના મકરપુરા વિસ્તારમાં નોવીનો બેટરી સામેના ‘શ્રીનાથજી જ્વેલર્સ ‘ની દુકાનમાં સ્ટોક ચેક કરવા દરમિયાન સોનાની 10.530ગ્રામ ની ચેઇન જેની આશરે કિંમત રૂ 82,000ના મતાની કોઇ નજર ચુકવી ચોરી કરી ગયું હોવાનું જણાતાં મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના વડસર ગામ પાછળ વલ્લભ દર્શન એપાર્ટમેન્ટ પાસેના શુભ ટાવરના મકાન નંબર 104મા રહેતા નવનીતલાલ કાંતિલાલ શાહ નામના 77વર્ષીય વેપારી પરિવાર સાથે રહે છે અને મકરપુરા વિસ્તારમાં નોવીનો બેટરી સામે મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં ‘શ્રીનાથજી જ્વેલર્સ ‘નામની ઘરેણાંની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓની સાથે તેમના દીકરા મેહુલભાઇ પણ તેમની સાથે સોના ચાંદીનો વેપાર કરે છે. તેઓ રાબેતાbમુજબ દર મહિને સોના ચાંદીના વસ્તુઓનો સ્ટોક લેતાં હોય છે. ત્યારે ગત તા. 01 ફેબ્રુઆરી ના રોજ દુકાનમાં હાજર સોના ચાંદીના ઘરેણાંનો સ્ટોક લેતાં હતાં. તે દરમિયાન એક સોનાની ચેઇન 10.530ગ્રામ જેનો એચ.યુ.આઇ.ડી.નંબર 7QMXWF હતો .જેની આશરે કિંમતરૂ. 82000 ની છે તે મળી ન હતી. આ ચેઇન કોઇ અજાણ્યો ઇસમ ચોરી ગયો હોય મેહુલભાઇ નવનીતલાલ શાહે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
શહેરના વડસર રોડ પરની ‘આરના જ્વેલ ‘નામની દુકાનમાંથી 11 ગ્રામની રૂ.80,000ના મતાની સોનાની બે વીંટીની ચોરી
શહેરના વડસર રોડ પર આવેલા ‘આરના જ્વેલ ‘નામની દુકાનમાં સ્ટોક ચેક કરવા દરમિયાન બે નકલી વીંટી જણાઇ ન હતી અને ચેક કરતાં 11ગ્રામ વજનની સોનાની બે વીંટીઓ જેની આશરે કિંમત રૂ 80,000ની ચોરી થયાનું જણાતા સમગ્ર મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ઘાયજ રોડ પાદરા ખાતે આવેલી મહાકાળી સોસાયટીમાં મકાન નં. બી-21મા ગૌરાંગ કુમાર ચંદ્રકાંત પટેલ નામનો 25 વર્ષીય યુવક પરિવાર સાથે રહે છે અને પોતાના પિતરાઇ ભાઇ જીગ્નેશ ભાઇલાલભાઇ પટેલની વડોદરા શહેરના વડસર રોડ ખાતે નિસર્ગ એવન્યુમા આવેલી ‘આરેના જ્વેલ’નામની દુકાનમાં નોકરી કરી ગુજરાન ચલાવે છે. ગત તા. 02જી જાન્યુઆરીના રોજ બપોરના સાડા બારના સુમારે એક આશરે 35 વર્ષીય મહિલા જેણે કાળા રંગનો ડ્રેસ અને ગુલાબી રંગની ઓઢણી પહેરેલી હતી તેમણે પુરુષોની પહેરવાની વીંટી બતાવવાનું કહેતાં ગૌરાંગભાઈ એ ચાર સોનાની વીંટીઓ ટ્રે માં મૂકીને બતાવતા તે મહિલાએ એક વીંટી ખરીદી હતી. જેના તે મહિલાએ રૂ.14,500 રોકડેથી ચૂકવ્યા હતા અને પોણા એક વાગ્યે દુકાનમાંથી જતાં રહ્યાં હતાં.બાદમા ગૌરાંગભાઈ મહાકુંભમાં જવા નિકળી ગયા હતા અને પરત આવીને ગત તા. 22 મી જાન્યુઆરીના રોજ સોનાના દાગીનાના સ્ટોકની ગણતરી કરતા હતા. તે દરમિયાન બે દિવસ અલગ અલગ ડિઝાઇનની વીંટીઓ જણાઇ હતી આ દુકાનમાં આવી ડિઝાઇન વાળી એકપણ વીંટી ન હોય શંકા જતાં તે વીંટીઓ ચકાસતા નકલી હોવાનું જણાયું હતું. જેથી દુકાનમાં સીસીટીવી કેમેરા ચેક કરતાં ગત 02જી જાન્યુઆરીના રોજ મહિલા વીંટી લેવા આવી હતી, તેણે અદલાબદલી કરી બે સોનાની 11ગ્રામની વીટીઓ ટ્રે માંથી ચોરી કરી તેની જગ્યાએ નકલી બે વીંટીઓ મૂકીને ચોરી કરી હોવાનું જણાઇ આવતાં માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી માંજલપુર પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.