જેલમાંથી બહાર આવ્યા બાદ માથાભારે યુવકે વેપારીને બાનમા લેવાનો પ્રયાસ કર્યો


આરોપી વિરુદ્ધ અગાઉ ગેરકાયદેસર હથિયાર રાખવાના અને અપહરણનો ગુનો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે
શહેરના મકરપુરા વિસ્તારમાં દુકાનના વેપારીએ પૈસા માંગતા માથાભારે ઇસમ દ્વારા વેપારી ઉપર હૂમલો કરવામાં આવ્યો અને તલવારથી હૂમલો કરવાની કોશિશ કરવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા એક પ્રોવિઝન સ્ટોર પર ચીજ વસ્તુઓની ખરીદી કરનાર યુવક પાસે દુકાનના વેપારીએ પૈસા માંગતા યુવક ઉશ્કેરાયો હતો અને વેપારી સાથે બોલાચાલી કરી અપશબ્દો બોલી મારામારી કરવા લાગ્યો હતો ત્યારબાદ યુવકે તલવારથી વેપારી પર હૂમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ માથાભારે ઇસમનું નામ મન્જીદર સિંગ રાય હોવાનું તથા તે તાજેતરમાં જ જેલમાંથી બહાર આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. માથાભારે ઇસમ મન્જિદર સિંગ સામે અગાઉ ગેરકાયદેસર હથિયાર રાખવાનો તેમજ અપહરણનો ગુનો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા શહેરમાં કેટલાક સમયથી ગુનેગારો બેફામ બન્યા છે જાણે કાયદાનો કે પોલીસનો કોઈ ભય નથી રહ્યો. માથાભારે તત્વો ને ‘ભાઇ’ બનવાના અભરખા જાગ્યા હોય તેમ શહેરમાં એક પછી એક ગુનેગારોના આતંકનો વિડિયો ફૂટેજ રીલ સામે આવી રહ્યાં છે ત્યારે આ માથાભારે ઇસમ મન્જિદર સિંગ નું પણ પોલીસ દ્વારા સર્ઘસ કાઢી જાહેરમાં માફી મંગાવે તેવી સ્થાનિકો એ માંગ કરી છે.