( પ્રતિનિધિ )વડોદરા, તા.12
વડોદરાના કારેલીબાગ મંગલ પાંડે રોડથી સમા તરફ જતા રસ્તે આવેલા અગોરા મોલની સામે જ બહારની બાજુએ બપોરના સમયે ઉભેલી કારમાં અચાનક આગ લાગતા સળગી ઉઠી હતી. કારમાં અચાનક આગની લપેટોમાં આવતા કારની અંદરની તમામ ચીજ વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી. જોત જોતામાં પહોંચેલા ફાયર બ્રિગેડના લાશ્કરોએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. પરંતુ એ અગાઉ માત્ર કારનું સ્ટ્રક્ચર જ બાકી રહ્યું હતું. જોકે આગ કયા કારણોસર લાગી તે અંગે રહસ્ય સર્જાયું છે. પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.