Vadodara

શહેરના ભાટવાડા સ્થિત વિશ્વકર્મા પ્રભુના મંદિરે વિશ્વકર્મા જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું

શહેરના વાડી ભાટવાડા ખાતે 1950મા વિશ્વકર્મા પ્રભુના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.75મા વર્ષે વિશ્વકર્મા જયંતી ની ઉજવણી કરવામાં આવી

આજે વિક્રમ સવંત 2081ને મહા સુદ તેરસ ને વિશ્વકર્મા જયંતી નિમિત્તે શહેરના વાડી વિસ્તારમાં આવેલા ભાટવાડા ખાતે વિશ્વકર્મા પ્રભુના મંદિરે વિશ્વકર્મા જયંતી નિમિત્તે વહેલી સવારથી શ્રધ્ધાળુઓએ ખાસ કરીને સુથારી કામ,લુહારીકામ સાથે સંકળાયેલા તમામ સમાજના લોકોએ મંદિરે દર્શન પૂજન કર્યા હતા. વાડી ભાટવાડા સ્થિત વિશ્વકર્મા પ્રભુનાં મંદિરની સ્થાપના 1950મા કરવામાં આવી હતી અહીં આજે મંદિરને 75વર્ષ વર્ષ થયા છે.હિંદુ ધર્મના દેવ શિલ્પી ભગવાન વિશ્વકર્મા જગતના પ્રથમ ઇજનેર અને સ્થાપક સર્જનહાર કહેવાય છે. વિશ્વકર્મા દેવ બ્રહ્માના સંતાન હોવાનું મનાય છે અને તેમણે દેવતાઓ માટે અનેક દિવ્ય ભવન, શસ્ત્રો અને યંત્રોની રચના કરી હતી. હિંદુ શાસ્ત્રો મુજબ, વિશ્વકર્મા દેવએ દ્વારકા નગર, ઈન્દ્રનો સ્વર્ગ અને પાંડવો માટે ખુલવાની ઇન્દ્રપ્રસ્થ નગરીની રચના કરી હતી.
વિશ્વકર્મા જયંતી મહા સુદ તેરસના દિવસે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં કારીગર વર્ગ દ્વારા આ દિવસે ભગવાન વિશ્વકર્મા પૂજા અર્ચના સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.ખાસ કરીને ઇજનેરો, શિલ્પકારો, કારીગરો, અને ઉદ્યોગપતિઓ માટે આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓ ભગવાન વિશ્વકર્માની પૂજા કરી પોતાના સાધનો, યંત્રો અને કારખાનાઓ માટે આશીર્વાદ લે છે. વિશ્વકર્મા જયંતી પર કામના સાધનોની પૂજા કરવી શુભ માનવામાં આવે છે જેથી વ્યવસાયમાં વૃદ્ધિ અને સફળતા મળે.દુનિયાના શિલ્પકાર તથા બ્રહ્માંડમાં પણ શિલ્પના સ્થાપત્યકાર એટલે ભગવાન વિશ્વકર્મા ની મહા સુદ તેરસે જયંતી નિમિત્તે વહેલી સવારે મંદિરમાં પૂજા કરવામાં આવી હતી બપોરે સાડા ત્રણ વાગ્યે પાલખીયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં સાથે જ અહીં રક્તદાન શિબિરનું તેમજ. મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું.

Most Popular

To Top