શહેરના બાવચાવાડ વિસ્તારમાં રહેતા યુવકે પ્રેમસંબંધમાં પ્રેમિકાએ સંબંધ રાખવાની ના પાડતાં લાગી આવતાં ફાંસો ખાઇ લીધો
શહેરના સમા કેનાલ રોડ પર રહેતી પરપ્રાંતિય મહિલાએ અગમ્ય કારણોસર ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
(પ્રતિનિધિ) વડોદરા તા. 21
શહેરના બે અલગ અલગ વિસ્તારોમાં એક યુવક તથા મહિલાએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવતા સમગ્ર મામલે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શહેરના બાવચાવાડ વિસ્તારમાં પ્રેમિકાએ પ્રેમસંબંધની ના પાડતાં યુવકે ફાંસો ખાધો
શહેરના બાવચાવાડ,હૂજરાત ટેકરા પાસે આવેલા મહાકાળી મંદિર પાસે રહેતા આશરે 21 વર્ષીય પ્રિયાંશુ મહેશભાઇ પરમાર પોતાની માતા,દાદા અને બહેન સાથે રહેતો હતો તેણે ગત તા. 20 મી ફેબ્રુઆરીના રોજ રાત્રે આશરે પોણા બાર વાગ્યા પહેલાં પોતાના ઘરે ફાંસો ખાઇ લીધો હતો બનાવની જાણ થતાં માતાએ બુમરાણ મચાવતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને યુવકને ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી.હોસ્પિટલમા લઇ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.આ અંગે સિટી પોલીસે ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન મૃતકના બનેવીના જણાવ્યા અનુસાર, પ્રિયાંશુ ના ઘરમાં માતા તથા દાદા અને ત્રણ બહેનો છે જેમાં બે બહેનોના લગ્ન થ ઇ ચૂક્યા છે જ્યારે એક બહેનના લગ્ન બાકી છે. માતા એસ.એસ.જી. હોસ્પિટલમાં ફરજ બજાવે છે. પ્રિયાંશુ ઘરે જ રહેતો હતો તે કોઈ કામધંધો કરતો ન હતો ઘરમાં સૌથી નાનો અને એકનો એક દીકરો હતો તેને આજવારોડ ખાતે રહેતી એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો પરંતુ પ્રેમિકા બીજા યુવકને પ્રેમ કરવા લાગી હતી જેથી પ્રિયાંશુએ પ્રેમિકાને બીજાને છોડી પોતાની સાથે પ્રેમ માટે કહેતાં પ્રેમિકાએ ના પાડી દીધી હતી જેથી લાગી આવતાં યુવકે પોતાના ઘરે રૂમમાં ફાંસો ખાઇ લીધો હતો તેમ જણાવ્યું હતું. સમગ્ર મામલે સિટી પોલીસે મૃતક યુવકનો ફોન કબજે લઇ તપાસ હાથ ધરી છે.
શહેરના સમા કેનાલ રોડ પર રહેતી પરપ્રાંતિય મહિલાએ અગમ્ય કારણોસર ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
મૂળ ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લાના ડવરપાર પોસ્ટ, ચારપાન સુઅડ્ડા ગામની વતની અને હાલમાં વડોદરા શહેરના સમા કેનાલ રોડ સ્થિત વિજયરાજ સોસાયટી ની બાજુમાં આવેલા પુરષોત્તમ નગરમાં મકાન નંબર 38મા રહેતાં 30વર્ષીય વિમલેશ હિરાલાલ શર્મા એ ગત તા. 20મી ફેબ્રુઆરીના રોજ રાત્રે પોણા બાર વાગ્યાની આસપાસ પોતાના ઘરે પ્રથમ માળે સાડીનો એક છેડો સિલીંગ ફેન સાથે બાંધી બીજા છેડે ગાળીયો બનાવી કોઇક અગમ્ય કારણોસર લાગી આવતાં આવેશમાં આવીને ફાંસો ખાઇ લીધો હતો આ અંગેની જાણ થતાં સમા પોલીસે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડી જરુરી પૂછપરછ, તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
