Vadodara

શહેરના બે અલગ અલગ વિસ્તારોમાં બે મહિલાના ગળામાંથી સોનાની ચેન તથા મંગળસૂત્ર ની તફડંચી

શહેરના ખોડિયારનગર વિસ્તારમાં મહિલાના ગળામાંથી આશરે સાત ગ્રામની અંદાજે રૂ.50હજારની કિંમતની ચેઇન આંચકી બાઇક સવાર બે ઇસમો ફરાર

આજવા રોડ પર વોકીંગ માટે નિકળેલી મહિલાના ગળામાંથી સિંગલ શેરનુ અંદાજે રૂ.49,000ની કિંમતનું મંગળસૂત્ર આંચકી બાઇક સવાર બે ઇસમો ભાગી ગયા

(પ્રતિનિધિ) વડોદરા તા. 8

શહેરના બે અલગ અલગ વિસ્તારોમાં જેમાં શહેરના ન્યૂ વીઆઇપી રોડ ખાતે આવેલા ખોડિયારનગર થી સુપર બેકરી તરફના રસ્તે વસ્તુ ખરીદવા નિકળેલી મહિલાના ગળામાંથી પાછળથી આવેલા બાઇક સવાર બે ઇસમોએ આશરે સાત ગ્રામ વજનની અંદાજે કિંમત રૂ 50,000ની કિંમતની સોનાની ચેઇન આંચકી ફરાર થઇ ગયા હતા જે અંગેની વારસિયા પોલીસે તપાસ હાથ ધરી છે.જ્યારે શહેરના આજવા રોડ ખાતે રાત્રે ચાલવા માટે નિકળેલી મહિલાના ગળામાંથી બાઇક સવાર બે ઇસમો દ્વારા સિંગલ શેરનુ મંગળસૂત્ર અંદાજે રૂ. 49,000 ની કિંમતનું આંચકી ફરાર થઇ જતાં બાપોદ પોલીસે તપાસ હાથ ધરી છે.

શહેરમાં હવે ચોરી લૂંટફાટ ની ઘટનાઓએ માઝા મૂકી છે લોકોને ઘરેથી ઘરેણાં પહેરીને બહાર નિકળવામા પણ જોખમ રહેલું છે તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે શહેરના ન્યૂ વીઆઇપી રોડ ખાતે આવેલા અમરનગર -1મા મકાન નંબર 51મા રહેતા શોભનાબેન રાજેન્દ્રભાઇ ભાલીયા પોતાના દીકરા સાથે રહે છે અને ઘરકામ કરે છે તેઓ ગત તા. 07મી ફેબ્રુઆરીના રોજ રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ પોતાના નાના બહેન કોમલ બેન ભાલીયા સાથે ઘરેથી ચાલતા ચાલતા ખોડિયારનગર ચારરસ્તા થી સુપર બેકરી ત્રણ રસ્તા તરફ ચીજવસ્તુ ખરીદવા માટે ગયા હતા અને ત્યાંથી પરત ખોડિયારનગર ફરતા હતા તે દરમિયાન આશરે સવા નવ વાગ્યાના અરસામાં બાલાજી ટાઉનશીપના ગેટ સામે પાછળથી આશરે એક પચ્ચીસેક વર્ષીય યુવક ચાલતો આવ્યો હતો અને શોભનાબેનના ગળામાંથી આશરે સાત ગ્રામ વજનની સોનાની ચેઇન જેની અંદાજે કિંમત રૂ.50,000ની આંચકી આગળ કાળા રંગની સ્પ્લેન્ડર મોટરસાયકલ પર બેઠેલા વ્યક્તિ પાછળ બેસીને સરદાર એસ્ટેટ તરફ ભાગ્યો હતો જેથી બંને બહેનોએ બૂમો પાડતા એક બાઇક સવારે પીછો પણ કર્યો હતો પરંતુ તે બાઇક સવાર બે ઇસમો ભાગી છૂટયા હતા જે અંગેની જાણ પોલીસ કંટ્રોલ રૂમને કરતાં વારસીયા પોલીસે તપાસ હાથ ધરી છે.બાઇક ચલાવનાર અને ચેઇન આચકનાર ઇસમે કાળા રંગનું ટીશર્ટ અને કાળું માસ્ક પહેરેલું હોવાનું ભોગ બનનાર મહિલાએ વર્ણન કર્યું હતું.

બીજા એક બનાવમાં શહેરના આજવારોડ ખાતે આવેલા વિનય સોસાયટી પાછળના ડીવાઇન રેસિડેન્સીના મકાન નંબર બી -44મા રહેતા ફાલ્ગુનીબેન પ્રદીપભાઇ પટેલ ગત તા. 07મી એ રાત્રે જમ્યા નવેક વાગ્યે બાદ પતિ સાથે ઘરેથી ચાલવા માટે નિકળ્યા હતા અને એકતાનગર સુધી ફરીને પરત ઘરે ફરતા હતા તે દરમિયાન આશરે સવા નવેક વાગ્યે વિવેકાનંદ સોસાયટી પાસે આવેલા સુરપાણેશ્વર મહાદેવ મંદિર પાસે પાછળથી એક કાળા રંગની નંબર પ્લેટ વિનાની મોટરસાયકલ પર અંદાજે પચ્ચીસ થી સત્યાવીસ વર્ષના બે ઇસમો હૂડી વાળા કાળા રંગના જેકેટ પહેરેલા નજીક આવી ગળામાંથી કાળા રંગના મણકા વાળું સિગલ શેરનું મંગળસૂત્ર જેની અંદાજે કિંમત રૂ 49,000 આંચકી સરદાર એસ્ટેટ તરફ ભાગ્યા હતા તે દરમિયાન ફાલ્ગુની બેનના પતિએ બૂમાબૂમ પાડતા તેઓ ભાગી ગયા હતા આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top