શહેરના ન્યૂ વીઆઇપી રોડ ખાતે રહેતો પરિવાર મકાનને તાળું મારી સાસરીમાં ગયા ને ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂ.4,52,000ના મતાની ચોરી
શહેરના માંજલપુર વિસ્તારમાં એક મોલના સ્ટોલ એક્ઝિબિશન માટે લાવેલા ચાંદીના ચાર સેટ અને આર્ટિફિશિયલ ઘરેણાં મળીને આશરે કુલ રૂ.12,000ની ચોરી
(પ્રતિનિધિ) વડોદરા તા. 05
શહેરના બે અલગ અલગ વિસ્તારોમાં જેમાં શહેરના ન્યૂ વીઆઇપી રોડ ખાતે રહેતા પરિવાર સાસરીમાં પોતાનું મકાન બંધ કરીને ગયા ને તસ્કરોએ ઘરના જાળીનો નકુચો તોડી ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી આશરે કુલ રૂ. 4,52,000ના માતાની ચોરી કરી ફરાર થઇ જતાં બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી.જ્યારે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા ઇવા મોલ ખાતે એક્ઝિબિશન માટે લાવેલા ચાંદીના ચાર સેટ અને આર્ટિફિશિયલ જ્વેલરી મળી આશરે કુલ રૂ. 12,000ના મતાની ચોરીની ફરિયાદના આધારે માંજલપુર પોલીસે તપાસ હાથ ધરી છે.
શહેરમાં દિનપ્રતિદિન ચોરી લૂંટફાટ સહિતના ગુનાઇત પ્રવૃતિઓમાં વધારો જોવા મળી રહ્યો છે.પોલીસ પેટ્રોલિંગ નો જાણે તસ્કરોને ડર જ રહ્યો ન હોય તેમ જણાય છે શહેરમાં રોજબરોજના ચોરીના બનાવો વધવા પામ્યા છે ત્યારે શહેરના બે અલગ અલગ સ્થળોએ ચોરીના બે બનાવો બન્યા છે જેમાં પ્રથમ બનાવમાં શહેરના ન્યૂ વીઆઇપી રોડ, ખોડિયારનગર રોડ વિસ્તારમાં આવેલા શ્રીજી વિલા વિભાગ -1મા મકાન નંબર એ-139મા રહેતા નિકેત રાજેશકુમાર ગાંધી પરિવાર સાથે રહે છે અને આણંદના વિઠ્ઠલનગર જીઆઇડીસી એસ્ટેટમા એક ખાનગી કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે જ્યારે તેમના પત્ની સયાજીપાર્ક નજીક બ્યુટી પાર્લરમા કામ કરે છે તેઓને સંતાનમાં અઢી વર્ષની દીકરી છે તેઓ ગત તા.03જી ફેબ્રુઆરીના રોજ રાત્રે આશરે સાડા અગિયાર વાગ્યે પત્ની અને દીકરી સાથે ઘરને તાળું મારી કમળાનગર ખાતે આવેલા રાજેશ્વર પાર્ક ખાતે સાસરીમાં સુવવા માટે ગયા હતા અને બીજા દિવસે તા. 04 ફેબ્રુઆરીને સવારે સાડા છ વાગ્યે પરત પોતાના મકાન પર આવ્યા ત્યારે ઘરનો લોખંડના મુખ્ય દરવાજાનો નકૂચો તૂટેલો હતો અને ઘરના ગ્રાઉન્ડ ફ્લોરમા બેડરૂમમાં તિજોરી ખુલ્લી અને સામાન વેરવિખેર હાલતમાં હતો જેથી અંદર તપાસ કરતા આશરે ચાર તોલાના સોનાના ગળાના હાર ઇઅર રીંગ સાથે જેની અંદાજે કિંમત રૂ.1,00,000, સોનાની નાની મોટી આશરે દોઢ તોલાની બે ચેઇન જેની અંદાજે કિંમત રૂ 35,000, આશરે અઢી તોલાના ત્રણ નંગ બ્રેસલેટ જેની અંદાજે કિંમત રૂ 65000, આશરે બે તોલા નું મંગલસૂત્ર જેની અંદાજે કિંમત રૂ.50,000, આશરે બે તોલાની પાંચ જોડ કાનમાં પહેરવાની બુટ્ટી જેની અંદાજે કિંમત રૂ.50,000, આશરે ચારસો ગ્રામ વજનની આઠ જોડી ચાંદીની પાયલ જેની અંદાજે કિંમત રૂ 20,000, આશરે દોઢ કિલો વજનના બે સેટ ચાંદીના વાસણો જેની અંદાજે કિંમત રૂ.75,000, આશરે 200ગ્રામ વજનના ચાંદીના ગણપતિ અને લક્ષ્મીજી જેની અંદાજે કિંમત રૂ,10,000 તથા રોકડ રકમ રૂ.47,000મળીને આશરે કુલ રૂ.4,52,000ની મતાની ચોરી કરી ગયું હોય આ અંગેની ફરિયાદ બાપોદ પોલીસ સ્ટેશનમાં કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં મૂળ રાજસ્થાનના જયપુર જિલ્લાના માનસરોવર,અગ્રવાલ ફાર્મ ખાતે રહેતા ગોવિંદભાઈ ચંદુલાલ ખત્રી રહે છે અને જયપુરમાં સફારી પ્રિન્ટ નામની લેડીઝ ગાર્મેન્ટની દુકાન ચાલાવે છે.ગત તા. 26સપ્ટેમ્બર, 2024ના રોજ તેઓ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા ઇવા મોલ ખાતે લેડીઝ કપડાંના એક્ઝિબિશન અંગેની ધારાબેન દ્વારા આપવામાં આવેલી વોટ્સએપ જાહેરાત માટે રાજસ્થાન થી મહિલાઓના કપડાં અને નકલી આભૂષણો ની 26બેગ સાથે આવ્યા હતા અને ગત તા 27-09-2024ના રોજ ઇવા મોલના બેઝમેન્ટથી બીજા માળે એક્ઝિબિશન માટે મૂકી હતી તે સમયે એક બેગ મળી આવી ન હતી જેમાં આશરે 60ગ્રામ વજન ધરાવતા ચાંદીના ચાર સેટ જેની અંદાજે કિંમત રૂ.4,000, નકલી આર્ટિફિશિયલ ઘરેણાં ના કુલ સાત સેટ જેની અંદાજે કિંમત રૂ.8000મળી આશરે કુલ રૂ 12,000ના મતાની ચોરી થઇ હોવાનું જણાતા ગત તા. 30-09-2024ના રોજ માંજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી જે અંગેની ફરિયાદ નોંધાવતા માંજલપુર પોલીસે તપાસ હાથ ધરી છે.