લંડનના વર્ક પરમીટ-વિઝાની લાલચે 26.50 લાખ ઉપરાંતની છેતરપિંડી
ફોટો સ્ટુડિઓના માલિકને મિત્રે લેભાગુઓ સાથે પરિચય કરાવ્યો, લોભમાં આવી નાણાં ખોયા
દીકરીને સ્ટડી વિઝા પર કેનેડા મોકલવાની લાલચ આપી રૂ.17.50લાખની છેતરપિંડી આચરી ભાગતો ફરતો આરોપી ઝડપાયો..
શહેરમાં ફોટોગ્રાફીના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીએ લંડન વર્ક પરમીટ વિઝાની લાલચે તબક્કાવાર રૂ.26,52,000જેટલી માતબર રકમ જ્હાનવી ગ્લોબલ સોલ્યુશન ના નામે વર્ક પરમીટ વીઝા માટે આપ્યા બાદ ભેજાબાજોએ નાણાં પરત નહીં કરી તથા વિઝા પણ ન કાઢી આપી વિશ્વાસઘાત, છેતરપિંડી આચરી હોવા મુદ્દે વેપારીએ શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
બીજા એક બનાવમાં ફરિયાદીની દીકરીને સ્ટડી વિઝા કાઢી આપવાના બહાને રૂ.20 લાખની માગણી કરી હતી જેની સામે દીકરીના પિતાએ ટુકડે ટુકડે રૂ. 17.50લાખ તથા પાસપોર્ટ આરોપીને આપેલ જે રકમ તથા પાસપોર્ટ આરોપીએ પરત ન કરી છેતરપિંડી આચરી ફરાર થઇ ગયો હતો જેને શહેર ક્રાઇમબ્રાંચે ઝડપી પાડ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના નવાયાર્ડ ખાતે આવેલા સંતોકનગર સોસાયટીમાં રહેતા હિમાંશુ રાજેશભાઇ કંથારીયા પોતાના પરિવાર સાથે રહે છે અને મહેસાણાનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે આશ્રય ફ્લેટમાં હિમાંશુ ફોટો સ્ટુડિઓ નામથી ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી નો વ્યવસાય કરે છે તેમના પિતા રાજેશભાઇ પણ આ જ વ્યવસાય સાથે જોડાયેલા છે સંતાનમાં તેઓને પાંચ વર્ષની દિકરી છે. વર્ષ- 2023મા હિમાંશુ ભાઇ તેમના મિત્ર દિપકભાઇ પરમારના સંપર્કમાં આવ્યા હતા દિપકભાઇ હાલમાં લંડન છે તેમણે હિમાંશુ ભાઇને બોપલ, અમદાવાદના પ્રતીક ધનજીભાઈ હિરાભાઇ કાલીયાનું નામ જણાવી તે લંડન વર્ક પરમીટ વિઝાનું કામ કરે છે તેમ જણાવેલ પોતે પણ આ લોકોના માધ્યમથી જ લંડનના વર્ક પરમીટ વિઝા મળ્યા હોવાનું જણાવતા હિમાંશુ પટેલને વિશ્વાસ બેઠો હતો હિમાંશુ ભાઇને પણ લંડન જવું હોય મે-2023માં દિપક પરમારના ઘરે ગયા હતા જ્યાં તેમના મિત્ર દિપકે પ્રતીક કાલિયા અને દિપક કાલિયા સાથે પરિચય કરાવ્યો હતો તથા ત્યારબાદ હિમાંશુ ના પિતા રાજેશભાઇ સાથે પણ ઘરે મુલાકાત કરી લંડનમા ફોટોગ્રાફી ના વ્યવસાયમાં સારી એવી કમાણી ની લાલચ આપી હતી . પ્રતીક કાલિયા તથા દિપક કાલિયાએ પોતે જાનવી ગ્લોબલ સોલ્યુશન નામની વર્ક પરમીટ વિઝા અપાવવાનું કામ કરતા હોવાનું તથા ઘણાં લોકોને લંડન મોકલ્યાનુ જણાવ્યું હતું અને હિમાંશુ ભાઇના ધર્મપત્ની ના અભ્યાસના આધારે વિઝા કાઢી ડિપેન્ડર તરીકે હિમાંશુ તથા પાંચ વર્ષીય પુત્રીના એમ ત્રણેયના વર્ક પરમીટ વિઝા માટે રૂ.25લાખની માગણી કરી હતી જેની સામે હિમાંશુ ભાઇ તથા તેમના પિતાએ પ્રતિક કાલિયા અને દિપક કાલિયાને રોકડ6,50,000 તથા બેંક ટ્રાન્ઝેક્શન મારફતે ,આરટીજીએસ મારફતે તબક્કાવાર નાણાં મેળવી લીધા હતા તથા હિમાંશુ ભાઇના પતિ-પત્ની,બાળકીના બાયોમેટ્રિક પ્રોસેસ ફી,પરીક્ષા ફીવિગેરે મળી કુલ રૂ.26,52,000લીધા બાદ વર્ક પરમીટ વિઝા તથા નાણાં ન આપી છેતરપિંડી કરી હતી જે અંગે પ્રતીક ધનજીભાઈ કાલિયા, દિપક ધનજીભાઈ કાલિયા વિરુદ્ધ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
બીજા એક બનાવમાં વડોદરા શહેરના તાંદલજાના અનાબીયા રેસિડેન્સી ખાતે રહેતો અબ્દુલ જાવેદ અબ્દુલ હમીદ શેખ ને પેટ્રોલીંગ દરમિયાન વડોદરા ક્રાઇમબ્રાંચની ટીમે હાથીખાના માર્કેટ ખાતેથી ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતાં આ ઇસમ સામે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના બોડેલી પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત છેતરપિંડી ની ફરિયાદ નોંધાઇ હતી જે મુજબ અબ્દુલજાવેદ અબ્દુલ હમીદ શેખને વર્ષ-2021 થીફરિયાદી ઓળખતા હતા આરોપીએ ફરિયાદીને તેઓના બાળકોને ઓછા ખર્ચે સ્ટુડન્ટસ વિઝા થકી વિદેશમાં અભ્યાસ અર્થે મોકલવાની વાત કરતાં ફરિયાદીએ પોતાની દીકરીને કેનેડા સ્ટડી વીઝા માટે મોકલવાની વાત કરી હતી તેથી આરોપી અબ્દુલજાવેદ શેખે રક.20લાખમાં કામ કરી આપવાનું અને કામ ન થાય તો પૈસા પરત આપવાની વાત કરી હતી જેથી ફરિયાદીએ તબ્બકાવાર રૂ.17લાખ તથા અસલ પાસપોર્ટ અબ્દુલજાવેદ શેખને આપ્યા હતા પરંતુ તેણે અચાનક ફોન બંધ કરી પૈસા તથા પાસપોર્ટ લ ઇ ફરાર થઇ ગયો હતો જે બાબતે તેની સામે છેતરપિંડી ની ફરિયાદ નોંધાઇ હતી તેને વડોદરા શહેર ક્રાઇમબ્રાંચે ઝડપી પાડી બોડેલી પોલીસ સ્ટેશને સોંપ્યો હતો.