પોલીસે ડીજે તથા બેન્ડ, જનરેટર,સ્પીકર,સહિતનો સામાન કબજે લઇ કાર્યવાહી હાથ ધરી
બેન્ડ વગાડવાની પરવાનગી પૂર્ણ થતાં અટલાદરા પોલીસે બેન્ડ બંધ કરાવ્યુ છતાં મનસ્વી રીતે મોડી રાત્રે મોટા અવાજે બેન્ડ વગાડતાં કાર્યવાહી
(પ્રતિનિધિ) વડોદરા તા. 24
વડોદરાના બિલ ગામની સરકારી શાળાના કંપાઉન્ડમા વગર પરમીટ અને પરવાનગીએ ડીજે તથા બેન્ડવાજા વાગતા હોવાની પોલીસ કંટ્રોલ રૂમને ફરિયાદના આધારે અટલાદરા પોલીસે મોટેથી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા ડીજે,બેન્ડ, જનરેટર,સ્પિકર, જનરેટર,સહિતનો સામાન કબજે કરી આયોજક તથા ડીજે અને બેન્ડના માલિક સામે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર,ગત તા. 23 ફેબ્રુઆરીના રોજ મધરાતે પોલીસ કંટ્રોલ રૂમને મળેલી વરધીના આધારે અટલાદરા પોલીસના પીસીઆર વાનના પોલીસના એ.એસ.આઇ.તથા સ્ટાફે મોડી રાત્રે સવા એક વાગ્યાની આસપાસ બીલ ગામની સરકારી સ્કૂલના કંપાઉન્ડમા મોટા મોટા અવાજે ડીજે વાગી રહ્યો હોય શ્રી માં શક્તિ ડીજે ના સંચાલક દિક્ષીત રાજેશભાઇ પાટણવાડીયા જેઓ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના સુલતાનપુર ગામના ઠાકોર ફળિયામાં રહેતા હોવાનું તથા પોતાનું ડીજે કાયાવરોહણ થી આવેલી જાનમાં લાવ્યા હોવાનું જણાવ્યું હતું તેઓ પાસે ડીજે નું પરમીટ ન હોય તથા મોડે સુધી વગાડી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા તથા પોલીસના જાહેરનામાનુ ઉલ્લંઘન કરતા પોલીસે ડીજે સિસ્ટમ કબ્જે લઇ આયોજક નિલેશ કંચનભાઇ વસાવા (રહે.કાયાવરોહણ) તથા ડીજે સંચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે
બીજી તરફ બીલ ગામની સરકારી સ્કૂલના કંપાઉન્ડમા ગત તા.23ફેબ્રુઆરીના રોજ રાત્રે 10 વાગ્યા થી 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવાની પરવાનગી હોય અટલાદરા પોલીસે બેન્ડ બંધ કરાવ્યુ હોવા છતાં મોડી રાત્રે એક વાગ્યે મનસ્વી રીતે મોટા અવાજે શ્રી ગણેશ બેન્ડ વગાડી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા અને નિયમોનું ઉલ્લંઘન કરાતાં બેન્ડના માલિક નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગામના અર્જુન મંગાભાઇ વસાવા તથા આયોજક બીલ ગામના રાવજીભાઈ કેસુરભાઇ વસાવા સામે કાર્યવાહી હાથ ધરી હતી સાથે જ બેન્ડ, જનરેટર,સાદા મીર સ્પિકર, પાવર એમ,મીક્સર,કિ -બોર્ડ કબ્જે લીધો હતો.